Home ગુજરાત સુરતમાં ઐશ્વર્યા મજમુદારે પોતાના સ્વરથી સુરતી ખેલૈયાઓને ઘેલા થઇ મન મૂકીને રમ્યા...

સુરતમાં ઐશ્વર્યા મજમુદારે પોતાના સ્વરથી સુરતી ખેલૈયાઓને ઘેલા થઇ મન મૂકીને રમ્યા ગરબા

28
0

નવલાં નોરતાંની રંગત જોવી હોય તો એ સુરત શહેરમાં જ જોવા મળે. ચારેતરફ સુરત શહેરમાં નવરાત્રિનો માહોલ અને ખેલૈયાઓનો ઉત્સવ અનેરો દેખાઈ રહ્યો છે. જેમ જેમ નવરાત્રિના દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ખેલૈયાઓનો જોશ વધી રહ્યો છે. સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં ઐશ્વર્યા મજમુદારે પોતાના સ્વરથી સુરતીઓને ઘેલા કરી દીધા છે. ઐશ્વર્યાના તાલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. નવરાત્રિમાં સરસાણા ખાતેનું આયોજન ખૂબ અદભુત રીતે કરવામાં આવ્યું છે.

ગુજરાતીઓની ઓળખ એવી ઐશ્વર્યા મજમુદાર પોતાના સ્વરથી માહોલ જમાવી દીધો છે. પ્રાચીન – અર્વાચીન ગરબાઓ થકી માતાને આરાધના કરીને ખેલૈયાઓને રંગમાં લાવી દીધા છે. એક તરફ ઐશ્વર્યા મજમુદારના ગરબા અને બીજી તરફ ખેલૈયાઓની ફરમાઈશોથી માહોલ નવરાત્રિમય બની ગયો છે. હજારોની સંખ્યામાં નવરાત્રિમાં સુરતીઓ એકસાથે ગ્રુપમાં ઊમટી રહ્યા છે. નવરાત્રિનો જબરજસ્ત માહોલ સુરત ખાતે જોવા મળી રહ્યો છે. પહેલા દિવસથી જ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે.

સુરતીલાલા અને ઐશ્વર્યા મજમુદાર સાથેની આ નવરાત્રિ યાદગાર બની રહે એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. સુરતીલાલાઓને પણ ઐશ્વર્યાના સાથ થકી નવરાત્રિનો અનેરો આનંદ આવી રહ્યો છે. ઐશ્વર્યાએ તેના નામ પ્રમાણેનું જ પર્ફોર્મન્સ આપ્યું છે. યુવા હૈયાંના થનગનાટને ઐશ્વર્યા મજમુદારે જાણે સાતે આસમાને પહોંચાડી દીધો છે. તેની ધમાકેદાર સ્ટેજ ઉપરની એન્ટ્રી પણ સુરતીલાલાઓ માટે આકર્ષક બની રહી છે. ઐશ્વર્યા મજમુદારનો અવાજ સાઉન્ડ સિસ્ટમ અને ખેલૈયાઓનો જોશ નવરાત્રિને અલગ જ રંગમાં રંગી દીધી છે.

મોટા ભાગના ગ્રુપ એકસાથે એક જેવા જ ટ્રેડિશનલ રંગ અને ફેશનના ડ્રેસ તથાને ઓર્નામેન્ટ સાથે જોવા મળી રહ્યા છે. ખેલૈયા માત્ર સજીધજી જ નથી રહ્યા, પરંતુ મન મૂકીને ગરબે પણ ઘૂમી રહ્યા છે. શરૂઆતથી અંત સુધીમાં જાણે એકપણ ક્ષણ આરામ ન લેવાનો નક્કી કર્યો હોય એ રીતે સતત ઢોલના તાલે અવનવાં સ્ટેપ કરી રહ્યા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleડેરિવેટિવ્ઝમાં સપ્ટેમ્બર વલણના અંતે ફોરેન ફંડો દ્વારા ઉછાળે વેચવાલી યથાવત્ રહેતાં ભારતીય શેરબજારમાં સાવચેતીનો માહોલ…!!!
Next articleપતિએ ચારિત્ર્ય પર શંકા રાખી ગોંધી રાખતાં 23 વર્ષીય પરિણીતાએ ફાંસો