રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૧૦૭.૫૨ સામે ૫૬૭૧૦.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૪૮૫.૬૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૨૭.૬૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૯.૨૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬૫૯૮.૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૧૮.૬૫ સામે ૧૬૮૬૩.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૮૩૩.૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૯.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૦.૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૮૩૮.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન સાથે હવે આંતરવિગ્રહની સ્ફોટક સ્થિતિ સર્જાવા લાગી છે. યુક્રેન મામલે રશિયા, અમેરિકા, યુરોપના દેશો બાદ હવે ચાઈનામાં અસ્થિરતાના સંકેત આવવા લાગ્યા છે. વિશ્વના બજારોમાં ફરી અમેરિકા અને રશિયા, ચાઈનાના પરિબળોએ ઉથલપાથલ મચાવવાનું શરૂ કર્યું છે. કોરોના મહામારી બાદ યુક્રેન યુદ્વથી વિશ્વની સપ્લાય ચેઈન ખોરવાતાં ફુગાવો વધવા લાગ્યા બાદ અમેરિકા સહિતના વિશ્વના મોટાભાગના દેશોએ ફુગાવાને અંકુશના નામે વ્યાજ દરમાં તીવ્ર વધારો કરવાની નીતિ અપનાવતાં ફુગાવા અંકુશને બદલે પરિસ્થિતિ વધુને વધુ વણસવા લાગી છે. વૈશ્વિક ચલણો સામે અમેરિકી ડોલર ઐતિહાસિક મોંઘો બનતાં અનેક દેશોના અર્થતંત્ર ભીંસમાં આવી ગયા છે. એવામાં હવે ચાઈના મામલે આવી રહેલા જીપીંગના હાઉસ અરેસ્ટના બિનસત્તાવાર અહેવાલો વચ્ચે વૈશ્વિક બજારોમાં આગામી સપ્તાહમાં વધુ ઉથલપાથલની પૂરી શકયતા છે.
પરંતુ અહીંથી અગાઉ જ્યારે રશિયા અને યુક્રેન યુદ્વ વખતે પણ અમે લખ્યું હતું કે ભારત કોઈ દેશની આંતરિક બાબતોમાં દખલ દેતું નથી અને ચાઈનાના મામલામાં પણ દખલ દેશે નહીં. વિદેશ પ્રધાન જયશંકરે પણ ભારત કોઈ દેશના આંતરિક મામલામાં દખલ દેશે નહીં એવા નિવેદનને જોતાં આ પરિબળથી જરૂર ભારતીય બજારોમાં માત્ર આંચકા-શોક આવશે પરંતુ આ પેનીક-ગભરાટમાં સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરો વેચવા જોઈએ નહીં. નિફટી ૧૭૦૦૦ની નીચે જાય તો સારા શેરોમાં ખરીદી કરી શકાય. શક્ય છે કે ઓકટોબરના બીજા સપ્તાહમાં માર્કેટ ફરી રીબાઉન્ડ થશે. જીઓપોલિટીકલ ટેન્શન વધવાના સંજોગોમાં હાલ તુરત તેજીને લાગેલી બ્રેક શેરોમાં ટૂંકાગાળા માટે વધુ ધોવાણ નોતરી શકે છે. એફ એન્ડ ઓમાં આગામી સપ્તાહ સપ્ટેમ્બર વલણના અંતનું હોવાથી ઉથલપાથલનું રહેવાની શકયતા છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, હેલ્થકેર, આઈટી, ઓટો અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૬૧ અને વધનારની સંખ્યા ૧૨૭૭ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં ફોરેકસ રિઝર્વમાં વધારો કરવા રિઝર્વ બેન્કે અગાઉ સફળ થયેલા ઉપાયો હાથ ધરવા જોઈએ તેવો અર્થશાસ્ત્રીઓ મત વ્યકત કરી રહ્યા છે. એક તરફ ફોરેકસ રિઝર્વમાં ઘટાડો તથા બીજી ડોલર સામે રૂપિયામાં ઘસારો રિઝર્વ બેન્ક માટે ચિંતાના વિષય બન્યા છે ત્યારે વિદેશમાં વસતા બિન-નિવાસી ભારતીયોને ભારતમાં રોકાણ માટે આકર્ષવા સહિતના પગલાં હાથ ધરવાની આવશ્યકતા હોવાનો મત પ્રવર્તી રહ્યો છે.આવતી કાલથી શરૂ થઈ રહેલી રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિની ત્રણ દિવસની બેઠકના અંતે ફોરેકસ રિઝર્વ વધારવા સંબંધિત પગલાં જાહેર થવા વકી છે. વર્તમાન વર્ષમાં ડોલર સામે રૂપિયાનું નવ ટકાથી વધુનું ધોવાણ થયું છે. ડોલર સામે રૂપિયાના ઘસારાને અટકાવવા રિઝર્વ બેન્કે ડોલરના વેચાણ કરવાની ફરજ પડી છે. ગયા વર્ષે ૬૪૨ અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી દેશનું ફોરેકસ રિઝર્વ હાલમાં ઘટી ૫૪૫ અબજ ડોલર પર આવી ગયું છે. રૂપિયામાં ઘટાડાનો દેશના ફન્ડામેન્ટલ્સ પર ઓછાયો ન પડે તેની રિઝર્વ બેન્કે ખાતરી રાખવાની રહેશે એમ એચડીએફસી બેન્ક દ્વારા એક નોંધમાં જણાવાયું છે. આગામી મહિનામાં તે લગભગ ૫૦૦ બિલિયન ડોલર સુધી સંકોચાઈ જાય તેવી શક્યતા છે. રૂપિયાને સ્થિર કરવા અને અનામત વધે તે માટે આ તબક્કે વધુ મૂડીની જરૂર છે. રૂપિયામાં ઘસારાથી વેપાર ખાધ ઘટાડવામાં મદદ મળી શકે છે, પરંતુ રૂપિયાને સ્થિર કરવા અને ફોરેકસ રિઝર્વ વધારવા વધુ ઈન્ફલોઝની હાલમાં આવશ્યકતા છે. આ અગાઉ રિઝર્વ બેન્કે કેપિટલ આઉટફલોઝની ગતિ અટકાવવા, એકસટર્નલ કમર્સિઅલ બોરોઈંગ્સના ધોરણો હળવા કરવા તથા નોન-રેસિડેન્ટસ ડિપોઝિટ જેવી સ્કીમ દાખલ કરી હતી જે હાલના રૂપિયાના ઘસારાને અટકાવવામાં ઉપયોગી થઈ શકે છે જુલાઈમાં રિઝર્વ બેન્કે બેન્કોને ઊંચા દરે ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ ડિપોઝિટસ ઊભી કરવા તથા વિદેશના રોકાણકારોને ટૂંકા ગાળાના ઋણ સાધનો ખરીદવા છૂટ આપી હતી, પરંતુ આ પગલાં અપૂરતા જણાય છે. ભારતના ફન્ડામેન્ટલ્સ સાથે બિન-નિવાસી ભારતીયો સંવેદનશીલ હોય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.