Home દુનિયા - WORLD ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી સાથે મુલાકાત દરમિયાન આપ્યું...

ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી સાથે મુલાકાત દરમિયાન આપ્યું નિવેદન

41
0

અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મંગળવારે કહ્યું કે અમેરિકાએ હંમેશા ભારત અને પાકિસ્તાનને કૂટનીતિક અને સંવાદ દ્વારા મતભેદોને દૂર કરવા કહ્યું છે. સમાચાર એજન્સીએ બ્લિંકનને પૂછ્યું કે શું પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો સાથે વાતચીત દરમિયાન ભારત સાથે સંબંધ સુધારવા અને ક્ષેત્રમાં સ્થિરતા પર વાત થઈ તો જવાબમાં બ્લિંકને કહ્યું કે, અમે હંમેશા અમારા મિત્રોને કૂટનીતિક અને વાતચીત દ્વારા મતભેદોનો ઉકેલ લાવવાનું કહ્યું છે.

આ વલણ બદલાયું નથી અને બદલાશે પણ નહીં. વોશિંગ્ટનમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બ્લિંકને મુલાકાત કરી હતી. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ કે જ્યારે એક દિવસ પહેલા બ્લિંકને બિલાવલ સાથે મુલાકાત કરી હતી. સોમવારે બ્લિંકને કહ્યું હતું કે તેમણે પોતાના પાકિસ્તાની સમકક્ષને ભારત સાથે જવાબદારીવાળા સંબંધ બનાવવા કહ્યું હતું.

બિલાવલ સાથે મુલાકાત બાદ બ્લિંકને સંક્ષિપ્તમાં કહ્યું કે વાતચીતમાં અમે ભારત સાથે જવાબદારીભર્યા સંબંધોના મહત્વ પર વાત કરી. આ અઠવાડિયાની શરૂઆતમાં અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું હતું કે ‘અમારા જે સંબંધ ભારત સાથે છે, તેનું અલગ મહત્વ છે અને પાકિસ્તાન સાથેના સંબંધોનું અલગ.’

બીજી બાજુ ભારતના વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે લોકતંત્રની પ્રભાવશીલતા અને ગુણવત્તા બીજા નક્કી કરે એ ભારત માનતું નથી. તેમણે કહ્યું કે દરેક દેશ પોતાના ઈતિહાસ, પરંપરા અને સામાજિક સંદર્ભથી લોકતંત્ર, માનવાધિકાર અને સુશાસન તરફ આગળ વધે છે.

જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે કહ્યું કે, ‘અમે છેલ્લા બે દિવસમાં લોકતંત્ર, માનવાધિકારો તથા સુશાસનને મજબૂત કરવા માટે અમારી પ્રતિબદ્ધતા પર વાત કરી છે.’ તેમણે કહ્યું કે ભારત એ નથી માનતું કે લોકતંત્રની પ્રભાવશીલતા કે ગુણવત્તા બીજા નક્કી કરે. બંને નેતાઓએ સુરક્ષા, અર્થવ્યવસ્થા અને ભૂ-રાજનીતિના સંયુક્ત લક્ષ્યો પર બંને દેશોના આગળ વધવાની રીતો ઉપર પણ ચર્ચા કરી.

જયશંકરે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે સંબંધોનો દાયરો અને ઊંડાણ ઘણું વધું ગયું છે. તેમણે કહ્યું કે આજની બેઠકમાં અમે રાજનીતિક રીતે એક સાથે મળીને કામ કરવા અને મહત્વના ક્ષેત્રીય મુદ્દાઓ અને વૈશ્વિક પડકારો પર કોઓર્ડિનેશન કરવા પર ચર્ચા કરી. તેમણે ખાસ કરીને યુક્રેન અને હિન્દ પ્રશાંત સ્થિતિ પર ચર્ચાનો ઉલ્લેખ કર્યો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમુંબઈમાં પતિએ પોતાની પત્ની પર છરીથી કર્યો હુમલો, પત્નીનું ઘટનાસ્થળે થઇ ગયું મોત
Next articleવિદેશી ફંડો દ્વારા ઉછાળે વેચવાલીએ ભારતીય શેરબજારમાં સાવચેતી યથાવત્…!!