Home વ્યાપાર જગત - BUSINESS ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!!

ડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!!

52
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૯.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૧૧૯.૭૨ સામે ૫૯૦૦૫.૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૯૮૧.૯૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૧૬૧.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૨૦.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૮૦૯૮.૯૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૪૭.૬૦ સામે ૧૭૫૮૭.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૨૯૧.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૭૪.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૩૩૫.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૩૩૫.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ૦.૭૫%નો વધારો કરવામાં આવતાં અને હજુ વધારો કરવાના સંકેત સાથે અન્ય દેશોની સેન્ટ્રલ બેંકો ઈન્ડોનેશિયા તેમજ બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા પણ વધારાએ અને રશિયા દ્વારા ન્યુક્લિયર યુદ્વની ચીમકી વચ્ચે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે અમેરિકી ડોલર સામે વૈશ્વિક ચલણોના મૂલ્યમાં ઘટાડો નોંધાતા ભારતીય રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચતા ફંડોએ સતત ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. અમેરિકી બજારમાં ડાઉ જોન્સ અને નાસ્દાક નોંધપાત્ર ઘટી આવતાં વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારનામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

આ સાથે રશિયા – યુક્રેનમાં યુદ્વ મોરચે ન્યુક્લિયર વોરનો ભય ઊભો થતાં અને જીઓપોલિટીકલ ટેન્શન વધતાં યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને બેન્કેક્સ શેરોમાં ફંડોના ભારે પ્રોફિટ બુકિંગે અને ટેલિકોમ્યુનિકેશન અને કેપિટલ ગુડ્સ શેરોમાં ફંડોની ભારે વેચવાલીએ બીએસઇ સેન્સેક્સ ૧૦૨૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૧૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ભારે વેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૯૦ લાખ કરોડ વધીને રૂ.૨૭૬.૬૪ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૯૨% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી, ફાઇનાન્સિયલ સર્વિસિસ, બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૫૮૦ અને વધનારની સંખ્યા ૮૯૬ રહી હતી, ૧૧૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ ૦.૭૫% નો વધારો કરવામાં આવતાં ભારત તેમજ વિશ્વભરના કરન્સી બજારમાં વ્યાપક અફડાતફડી સર્જાઈ હતી. રૂપિયા સામે ડોલરના ભાવમાં ભારે ઉછાળો નોંધાતા રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો હતો. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલર ઉછળતાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉછળી ૧૧૧ની સપાટી પાર કરી ૨૦ વર્ષની નવી ઉંચી ટોચને આંબી ગયો હતો. દરમિયાન, યુક્રેન યુદ્ધ પ્રશ્ને રશિયાએ ફરી આક્મક વલણ બતાવતાં અને અમેરિકામાં વ્યાજ વધ્યા પછી બ્રિટનમાં મળેલી મિટિંગમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજમાં ૦.૫૦%નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકામાં હવે પછી નવેમ્બર તથા ડિસેમ્બર માસમાં મળનારી બે મિટિંગોમાં મળીને વ્યાજમાં વધુ વૃદ્ધી થવાની શક્યતા જોવાઈ રહી છે. હાલ વ્યાજ દર વધી ૩.૫% થયા છે. જે વર્ષના અંત સુધીમાં વધુ વધી ૪.૫૦% થઈ જવાની શક્યતા છે.

સ્થાનિક સ્તરે પણ ચાલુ વર્ષે અત્યાર સુધીના સમયગાળામાં રૂપિયામાં અંદાજીત ૮.૬૦%નું ધોવાણ થઈ ગયું છે, ઉપરાંત ફોરેક્સ રિઝર્વ ૧૨ મહિનામાં ૬૪૨.૪૦ અબજ ડોલરથી ઘટી ૫૫૦.૮૭  અબજ ડોલર થઈ ગયું છે. રિઝર્વ બેન્ક હવે ડોલર વેંચવામાં ધીમી નીતિ અપનાવી રહ્યા છે. રૂપિયો ગબડતાં તથા ડોલર ઉછળતાં હવે ફુગાવામાં વેગથી વૃદ્ધી થવાની શક્યતા છે. મોંઘવારી વધી છે તથા વધુ વધવાની ભીતિ છે ત્યારે આવા સંજોગોમાં ગત સપ્તાહે ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠકમાં વ્યાજ દરમાં ૦.૭૫ બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો બાદ આગળ જતા પણ આ વધારો ચાલુ રાખવાના સંકેતે ડોલર ઉછળી રૂ.૮૨ થઈ જવાની શક્યતા જોવાઈ રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field