Home દેશ - NATIONAL આઈપીએલની 2023ની સિઝન હોમ અને અવે ફોરમેટમાં યોજવામાં આવશે

આઈપીએલની 2023ની સિઝન હોમ અને અવે ફોરમેટમાં યોજવામાં આવશે

56
0

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની સિઝન કોરોના કાળ પૂર્વેના જૂના રંગરૂપ સાથે યોજાશે. જેમાં ટીમો હોમ ગ્રાઉન્ડ અને પ્રતિસ્પર્ધી ટીમના (અવે) ગ્રાઉન્ડ પર મેચો રમતી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ અંગે બોર્ડ સાથે સંકળાયેલા રાજ્યના એકમોને માહિતગાર કર્યા છે. 2020માં કોરોના મહામારીનો પ્રકોપ ફેલાતા આઈપીએલને કેટલાક સ્થળ પર યોજવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવાયો હતો.

આ ગાળામાં દુબઈ, શારજાહ અને અબુધાબીના ખાલી સ્ટેડિયમમાં આઈપીએલની મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ગત વર્ષે ટૂર્નામેન્ટના પ્રારંભિક મુકાબલા દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈ એમ ચાર સ્થળોએ યોજાયા હતા. જો કે હવે કોરોના અંકુશમાં આવતા આ વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટ લીગનું આયોજન મૂળ સ્વરૂપમાં કરવાની તરફેણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

આઈપીએલની 2023ની સિઝન હોમ અને અવે ફોરમેટમાં યોજવામાં આવશે તેમ સૌરવ ગાંગુલીએ રાજ્યના એકમોને જણાવ્યું હતું. આ ઉપરાંત બીસીસીઆઈ કોરોના કાળ બાદ તેના ડોમેસ્ટિક કાર્યક્રમને ચાલુ વર્ષથી પૂર્ણપણે યોજવા જઈ રહ્યું છે તેમ બોર્ડ અધ્યક્ષે એક નોંધમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તમામ મલ્ટી-ડે ટૂર્નામેન્ટ પણ પારંપરિક હોમ અને અવે ફોરમેટમાં યોજવામાં આવશે. આઈપીએલમાં તમામ 10 ટીમો પોતાના ઘરઆંગણે નિર્ધારિત સ્થળે મેચો રમશે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહૈદરાબાદમાં ભારત-ઓસિ. મેચની ટિકિટ ખરીદવામાં અફરાતફરી, ચારને ઈજા
Next articleડોલર સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!!