રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૫.૦૯.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૩૪૬.૯૭ સામે ૬૦૪૫૪.૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૮૬૫.૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૧૦.૩૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૧૨.૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૯૩૪.૦૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૨૦.૪૦ સામે ૧૮૦૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૬૬.૫૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૨.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૦.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૮૯.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી, પરંતુ અમેરિકામાં ઓગસ્ટ માસનો રિટેલ ફુગાવો અપેક્ષા કરતા વધુ આવ્યા બાદ તેની અસરરૂપે અમેરિકન શેરબજારમાં બોલાઈ ગયેલા કડાકાની પાછળ ભારતના શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. આજે શરૂઆતી તબક્કામાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની લેવાલી નીકળતા ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે અંતે ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત રહેતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ભારતમાં વિદેશી રોકાણકારોનો ફલો જળવાઈ રહેવાની ગણતરી સાથે ઊભરતી બજારોની સરખામણીએ ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાનું જોવા મળી રહ્યું છે, છતાં દરેક ઉછાળે સાવચેતી યથાવત જોવા મળી રહી છે.
વિદેશી ફંડો દ્વારા ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા બજાર નેગેટિવ ઝોનમાં બંધ રહ્યું હતું. પાવર, યુટિલિટીઝ, ઓટો, ઈન્ડસ્ટ્રીયલ, સીડીજીએસ અને ટેલિકોમ શેરોમાં ફંડોની લેવાલી સામે આઇટી, ટેક, મેટલ, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૦૭ લાખ કરોડ ઘટીને રૂ.૨૮૫.૮૭ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર, યુટિલિટીઝ, ઓટો, ઈન્ડસ્ટ્રીયલ, સીડીજીએસ અને ટેલિકોમ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૫૯ અને વધનારની સંખ્યા ૧૬૩૯ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, મોંઘવારી અને તેને ડામવા કરવામાં આવી રહેલ વ્યાજદર વધારાની અસર ભારત સહિત વિશ્વના અર્થતંત્ર પર પડવાની આશંકાઓ વધતી જઈ રહી છે. ભારત સરકારના રદિયા છતા રેટિંગ એજન્સીઓને ભારતના વિકાસ પથ પર આશંકા સેવી રહી છે. દિગ્ગજ રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે ફિચે તાજેતરના રિપોર્ટમાં કહ્યું કે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૭% કર્યો છે. જૂન ૨૦૨૨માં આ અનુમાન ૭.૮% અંદાજવામાં આવ્યું હતુ. આ સાથે નાણાંકીય વર્ષ ૨૦૨૩ – ૨૪ માટે વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૬.૭% કરવામાં આવ્યો છે, જે અગાઉ ૭.૪% હતો.
ફિચે જણાવ્યું કે નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ૧૩.૫% વાર્ષિક વૃદ્ધિ સાથે અર્થતંત્રમાં સુધારો થયો છે પરંતુ તે અમારા ૧૮.૫% વૃદ્ધિના અનુમાનથી નીચે છે. જોકે સિઝનલી એડજસ્ટેડ અંદાજો ત્રિમાસિક ધોરણે ૩.૩%નો ઘટાડો દર્શાવે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ વધતી જતી મોંઘવારી અને કડક મોનિટરી પોલિસીને ધ્યાનમાં રાખીને અર્થતંત્રમાં મંદીની આશંકા છે. એજન્સીના મતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ વર્ષના અંત પહેલા રેપો રેટ વધારીને ૫.૯% કરશે. આરબીઆઈનું ફોકસ ફુગાવો ઘટાડવા પર છે પરંતુ વ્યાજદરના નિર્ણય દેશના અર્થતંત્રને વધુ ખરાબ અસર ન પહોંચાડે તે પ્રમાણે વ્યવસ્થિત, સમતુલનમાં અને ઝડપથી લેવામાં આવશે. ભારતમાં વ્યાજદર ટૂંક સમયમાં જ પીક પર પહોંચશે અને આવતા વર્ષે ૬% પર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.