Home વ્યાપાર જગત - BUSINESS ક્રુડ – ઓઈલના ભાવોમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે નફારૂપી...

ક્રુડ – ઓઈલના ભાવોમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

102
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૩.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૮૪.૮૨ સામે ૫૭૧૯૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૧૩૮.૫૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૮૯.૪૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૯.૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૫૯૫.૬૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૭૨.૨૫ સામે ૧૭૧૧૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૧૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૨૮.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૭.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૧૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

યુક્રેન – રશિયા વચ્ચે યુદ્વના ચાલતાં વાટાઘાટ થકી યુદ્વનો અંત લાવવાના પ્રયાસ છતાં આ દિશામાં પ્રગતિ ધીમી રહેતાં અને રશિયા પર પ્રતિબંધો વધુ કડક કરવાના સંકેત વચ્ચે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવાના મામલે યુરોપના દેશો વચ્ચે તડાં પડતાં ઓઈલના ભાવ વધ્યા સાથે વૈશ્વિક શેરબજારમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં પણ આજે અફડાતફડીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાઈ હતી. યુક્રેન – રશિયા યુદ્વ વચ્ચે અમેરિકી પ્રમુખ જો બાયડેનની પોલેન્ડની મુલાકાત પર વિશ્વની નજર રહી હોઈ અને વિશ્વ યુદ્વ થવાના સંજોગોમાં મોટી આર્થિક કટોકટી સર્જાવાના એંધાણ વચ્ચે અનેક દેશોની રશિયા સહિત પાસેથી ક્રુડ ઓઈલની વધતી ખરીદી વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં રહી બ્રેન્ટ ક્રુડના વધીને આવતા સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડિઝલના ભાવમાં સતત વધારાને લઈ મોંઘવારીમાં વધારો થવાના એંધાણ વચ્ચે આજે ફંડોની શેરોમાં ઉછાળે વેચવાલી કરતાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

વૈશ્વિક બજારોમાં આજે એશીયામાં મજબૂતી સામે યુરોપના બજારોમાં નરમાઈ રહી હતી. મેટલ-માઈનીંગ શેરોમાં તેજી થકી સેન્સેક્સ, નિફટી આજે ઈન્ટ્રા-ડે પોઝિટીવ ઝોનમાં રહ્યા બાદ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં અને પેટ્રોલ, ડિઝલના ભાવ વધારાએ ઓટોમોબાઈલ શેરોમાં ઓફલોડિંગે બીએસઇ સેન્સેક્સ અંતે ૮૯ પોઈન્ટ ઘટીને અને નિફટી ફ્યુચર ૫૭ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં સામાન્ય ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી વચ્ચે રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૪૭ લાખ કરોડ વધીને રૂ.૨૬૦.૫૨ લાખ કરોડ રહી ગયું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સ, ઓટો, સીડીજીએસ અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૩૯ અને વધનારની સંખ્યા ૧૪૪૪ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, આગામી સમયમાં નાણાંકીય નીતિ વૈશ્વિક પરિબળોને બદલે સ્થાનિક મેક્રો – ઇકોનોમિક સ્થિતિઓ પર આધારિત રહેશે. જો કે, ફેડરલ અને કેટલીક અન્ય મુખ્ય કેન્દ્રીય બેંકો દ્વારા લિક્વિડિટી કડક કરવાના પગલા આરબીઆઇને એપ્રિલમાં તેની આગામી પોલીસી મીટીંગમાં ઓછા અસ્પષ્ટ સ્વર અપનાવવા દબાણ કરી શકે છે. જ્યારે વૃદ્ધિને ટેકો આપવા માટે તેના અનુકૂળ વલણને ચાલુ રાખવું પડશે. નાણાંકીય નીતિ સમિતિના છેલ્લા સેટની આગાહીને અનુલક્ષીને સ્થાનિક ફુગાવાના ઉલટા જોખમો અને વૃદ્ધિ માટે ઘટાડાના જોખમો છે. જે નાણાંકીય નીતિના નિર્ણયને જટિલ બનાવે છે. વર્ષ ૨૦૨૩ના નાણાં વર્ષમાં બે રેપો હાઇકની અપેક્ષા છે. જે ફેડ ડોટ પ્લોટ દ્વારા સૂચવવામાં આવેલા સાત રેટ હાઇકના સાપેક્ષ છે.

ફેડનો નિર્ણય અગાઉથી લેવાયેલ નિષ્કર્ષ હતો તેથી તાત્કાલીક અસર મ્યુટ કરવામાં આવશે પરંતુ હા ફેડના દરમાં વધારાને અવગણી શકાય નહીં કારણ કે આ પગલાથી વિદેશી રોકાણકારોના પ્રવાહને અસર થશે. જે સામાન્ય રીતે ચલણને અસર કરે છે, અને તેથી રિઝર્વ બેંક દ્વારા દેખરેખ રાખવામાં આવશે. આરબીઆઇ એપ્રિલની મિટીંગમાં તેના ફુગાવાના અનુપાતમાં સંભવતઃ સુધારો કરશે પરંતુ વૃદ્ધિને મજબૂત કરવા માટે સમયનું પાલન કરવાનું ચાલુ રાખશે અને નીતિ દરોમાં વધારો કરશે નહીં. યુક્રેન કટોકટીમાંથી ભારત માટે સૌથી મોટું જોખમ ફુગાવાને બદલે વૃદ્ધિમાં ઘટાડો છે. માળખાકીય રીતે અર્થતંત્ર મહામારી પહેલા પણ નબળું હતું અને સંભવતઃ મહામારી દરમિયાન કેટલીક માળખાકીય અડચણો વધુ ખરાબ થઈ છે. ઓવરઓલ આરબીઆઇ ફુગાવાના દરને ઘટાડવા માટે રાજકોષીય નીતિઓની રાહ જોશે તેવું જોવાઈ રહ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field