Home દુનિયા - WORLD મારું બીજું ઘર ભારત છે તેવું લાગે છે : જોસ બટલર

મારું બીજું ઘર ભારત છે તેવું લાગે છે : જોસ બટલર

146
0

(જી.એન.એસ),તા.૨૪

નવીદિલ્હી

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન શરૂ થવા જઈ રહી છે અને ચાહકો અને તમામ ખેલાડીઓ આ રોમાંચક સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના જમણા હાથના બેટ્સમેન જોસ બટલરે પણ પ્રતિક્રિયા આપી છે. જોસ બટલર આઇપીએલના બીજા તબક્કામાં ટીમ માટે યોગદાન આપી શક્યો ન હતો. પરંતુ આ વખતે તે રાજસ્થાન રોયલ્સ માટે યોગદાન આપવા માટે તૈયાર છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા તેને રિટેન કરવા અંગે બટલરે કહ્યું, “કેટલાક જૂના ખેલાડીઓ હતા જેઓ ટીમ સાથે રહી શકતા હતા અને તેઓએ મને જાળવી રાખ્યો. જે મને ખૂબ સારું લાગ્યું. મારી પાસે આ ફ્રેન્ચાઈઝી સાથે ઘણી યાદો જોડાયેલી છે અને મને હંમેશા ટીમ માટે રમવાની મજા આવે છે. જોકે મને પહેલેથી જ ખબર હતી કે સેમસન અને યશસ્વી જયસ્વાલની સાથે ફ્રેન્ચાઈઝી મારા પર વિશ્વાસ કરશે. મેગા ઓક્શન પહેલા ઘણી ચર્ચા હતી અને અમે અમારા માટે એક મજબૂત ટીમ તૈયાર કરવામાં વ્યસ્ત હતા.” રાજસ્થાન રોયલ્સ ટીમ વિશે તેણે કહ્યું, “આ સિઝનમાં અમારી ટીમ નવી શરૂઆત કરશે અને તે ટીમ માટે રોમાંચક સિઝન હશે. અમારી નજર IPL ટાઈટલ પર છે. આ સિઝનમાં ટીમમાં મારું યોગદાન આપવા માટે ઉત્સુક છું.” ટીમના ખેલાડીઓ વિશે જોસ બટલરે કહ્યું, “અમારી ટીમમાં ઘણા મહાન ખેલાડીઓ છે અને અમે તે ખેલાડીઓને ટીમમાં રાખીને ખુશ છીએ. અમારી પાસે મજબૂત બેટિંગ લાઈન અપ છે અને કેટલાક સારા ઓલરાઉન્ડર પણ છે. એમાં પણ કોઈ શંકા નથી કે અમારી પાસે અશ્વિન અને ચહલ જેવા અનુભવી સ્પિનરો છે. તેથી મને લાગે છે કે તે અમારી ટીમ માટે રોમાંચક સિઝન બની રહેશે.” ફેબ્રુઆરી 2022માં યોજાયેલી બે દિવસીય હરાજી પહેલા રાજસ્થાન રોયલ્સે જોસ બટલરને IPL 2022 માટે રીટેન કર્યો હતો. બટલર ઉપરાંત ફ્રેન્ચાઈઝીએ કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને પણ રીટેન કર્યા હતા. જોસ બટલરે ટૂર્નામેન્ટ અને રાજસ્થાનની ટીમ વિશે પ્રતિક્રિયા આપી હતી. જોસ બટલરે ટૂર્નામેન્ટ વિશે કહ્યું, “જ્યારે પણ કોઈ વિદેશી ખેલાડી IPL માટે ભારત આવે છે, ત્યારે વાતાવરણ ઉત્સાહથી ભરેલું દેખાય છે. તેથી અહીં આવવું સારું લાગે છે. ભારત મારું બીજું ઘર બની ગયું છે અને મેં અહીં ઘણો સમય વિતાવ્યો છે. હું અહીંના લોકોની મિત્રતા અને રમત પ્રત્યેના જુસ્સાથી આશ્ચર્યચકિત છું.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમારું કરિયર રોલર કોસ્ટર રાઈડ જેવું રહ્યુ છે : ઈમરાન હાશ્મી
Next articleક્રુડ – ઓઈલના ભાવોમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!