રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૩.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૭૭૬.૮૫ સામે ૫૬૫૫૫.૩૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૩૮૯.૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૭૧.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૩૯.૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૬૮૧૬.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૬૬૯.૦૦ સામે ૧૬૮૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૮૫૬.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૨.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩૭.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૦૦૬.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
રશિયા – યુક્રેન યુદ્વ બાદ ફરી કોરોનાનો ઉપદ્વવ વિશ્વભરમાં ફેલાવાના અને નવી લહેરની ચિંતા સાથે ચાઈના, હોંગકોંગ સહિતમાં ચિંતાજનક સ્થિતિ થવા લાગતાં એશીયાના દેશોના બજારોમાં હોંગકોંગ, ચાઈના સહિતમાં ગાબડાં સામે યુક્રેન યુદ્વ મામલે બન્ને દેશો વચ્ચે વાટાઘાટનો દોર ચાલુ રહેતાં યુરોપના બજારોમાં રિકવરી સાથે અત્યારે વિશ્વમાં સુરક્ષિત રોકાણ અને સારા વળતર માટે ભારત આકર્ષણનું કેન્દ્ર બનવાના સંકેતોએ એડવાન્ટેજ ભારત બન્યું હોઈ ભારતીય શેરબજારોમાં ફંડોએ આજે સપ્તાહના ત્રીજા દિવસે શેરોમાં તોફાની તેજી કરી હતી.
ફંડો, મહારથીઓએ આજે રિયલ્ટી, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ શેરોની આગેવાનીમાં આક્રમક ખરીદી કરી હતી. આ સાથે કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, આઇટી, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ ૧૦૩૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૩૭ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં તેજી સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક મોટાપાયે લેવાલી નીકળતા રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૫૭ લાખ કરોડ વધીને રૂ.૨૫૬.૨૩ લાખ કરોડ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે સોના – ચાંદી અને ક્રૂડમાં પીછેહઠના માહોલ વચ્ચે ઈક્વિટી બજાર રીબાઉન્ડ થઈ રહ્યાં છે. જોકે આ તેજી કેટલી મજબૂત છે તે કોન્સોલિડેશનના તબક્કા અને રેન્જ પર જ નિર્ભર કરશે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, મેટલ, બેઝિક મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, આઇટી, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૨૮ અને વધનારની સંખ્યા ૨૩૦૬ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, યુક્રેન – રશિયાના યુદ્ધની સૌથી વધુ માઠી અસર ભારતીય અર્થતંત્રને થવાની દહેશત વ્યક્ત કરાઇ રહી છે તે દરમિયાન એસબીઆઇ એ દેશના વિકાસદરનો અંદાજ ઘટાડવાની સાથે રૂપિયા વધુ તૂટવાની આશંકા વ્યક્ત કરી છે. ભારતની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ યુક્રેન સંકટના પગલે ભારતના જીડીપીનો અંદાજ ઘટાડીને ૭.૮% કર્યો છે જે અગાઉ ૮%નો હતો. ક્રૂડ ઓઈલમાં આગઝરતી તેજીને કારણે ભારતીય ચલણ રૂપિયા પર પણ દબાણ વધી રહ્યું છે. એસબીઆઈના અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે જો બંને દેશો વચ્ચે યુદ્ધ વધુ વકરશે તો ડોલર સામે રૂપિયાનું વધુ અવમૂલ્યન વધશે અને જૂન ૨૦૨૨ સુધીમાં ભારતીય ચલણ ૭૭.૫ના સ્તર સુધી ગગડી શકે છે. ગત સપ્તાહે ડોલર સામે રૂપિયો પહેલીવાર ૭૭ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.
ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત ૧૩૦ ડોલર રહે તો ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૩.૫% સુધી પહોંચી શકે છે. આગામી નાણાકીય વર્ષ માટે સરેરાશ ફુગાવો ૫.૭% સુધી વધી શકે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની રોકાણકારોની માનસિકતા પર નકારાત્મક અસર થઇ છે, કારણ કે ક્રૂડ ઓઇલના વૈશ્વિક પુરવઠામાં રશિયા ૧૪% અને કુદરતી ગેસના પુરવઠામાં ૧૭% યોગદાન આપે છે અને આ યુદ્ધને કારણે સપ્લાય ચેઈન પર વિપરીત અસરો થવાની ભીંતિ ગંભીર બની ગઇ છે. ઉપરાંત વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.૨ લાખ કરોડનું રોકાણ પરત ખેંચ્યું છે, આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર દબાણ જોવા મળી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.