રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૩.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૩૪૨૪.૦૯ સામે ૫૩૭૯૩.૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૩૩૬૭.૫૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૨૬.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૨૩.૨૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૪૬૪૭.૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૦૧૦.૯૦ સામે ૧૬૦૬૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૯૬૧.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૬૧.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૭૪.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૩૮૫.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. યુક્રેન – રશિયા યુદ્વમાં બન્ને દેશો વચ્ચે ત્રીજી વખતની મંત્રણા અનિર્ણિત રહ્યા છતાં બન્ને દેશો ચાર પ્રમુખ શહેરોમાં તાત્પુરતા હ્યુમન કોરિડોર્સ માટે સીઝફાયર કરવા તૈયાર થતાં અને યુદ્વના અંતની દિશામાં કંઈક ઉકેલ આવશે એવી આશાએ આજે સતત બીજા દિવસે વૈશ્વિક શેરબજારો અને કોમોડિટીઝ બજારોમાં ઘટાડો અટકતાં ભારતીય શેરબજારમાં પણ આજે ઈન્ડેક્સ બેઝડ નોંધપાત્ર તેજી જોવાઈ હતી. યુક્રેન-રશિયા યુદ્વ વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ વિશ્વ બજારમાં ૧૨૭ ડોલર થઈ જવા સાથે પરિસ્થિતિ હજુ સ્ફોટક બની રહી હોઈ સાવચેતી બાદ આજે શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન હળવી કરવારૂપી ફંડો, ખેલંદાઓએ ઘટાડે પસંદગીના શેરોમાં કવરિંગ સાથે સ્મોલ, મિડ કેપ રોકડાના શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી.
રશિયાએ પોતાની વિરૂધ્ધ અમેરિકા, યુરોપના દેશોના આકરાં પ્રતિબંધો અને ઓઈલની નિકાસ અટકાવવાની પશ્ચિમી દેશોની ધમકીના આકરાં પ્રત્યાઘાતમાં પોતે જ ઓઈલ અને ગેસનો પુરવઠો બંધ કરી દેશે અને વિશ્વના દેશો ક્રુડના ભાવ ૩૦૦ ડોલર સુધી ચૂકવવા તૈયાર રહેવું પડશે એવી ચેતવણી આપતાં ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી વધ્યા હતા. અલબત ભારતીય બજારોમાં ઓવરસોલ્ડ પોઝિશનને કવર કરવારૂપી આજે સુધારાની ચાલમાં ફંડોએ એનર્જી, રિયલ્ટી, ઓટો, સીડીજીએસ, ઈન્ડસ્ટ્રીયલ, ફાઈનાન્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં રિકવરી સાથે બીએસઇ સેન્સેક્સ ૧૨૨૩.૨૪ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૩૭૪.૧૦ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં પ્રત્યાઘાતી ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડના શેરોમાં ઘટાડે પસંદગીની લેવાલી નીકળતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૬૪ લાખ કરોડ વધીને રૂ.૨૪૮.૩૪ લાખ કરોડ પહોંચી ગયું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, યુટિલિટીઝ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૮૪ અને વધનારની સંખ્યા ૨૬૫૭ રહી હતી, ૯૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રશિયા-યુક્રેનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલની કિંમતમાં થયેલા ભડકાથી ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ‘દાઝયા પર ડામ’ જેવી થઇ રહી છે. ક્રૂડ ઓઇલની પ્રતિકુળ અસરોને ધ્યાનમાં રાખી વૈશ્વિક રેટિંગ એજન્સી ક્રેડિટ સ્વીસે ભારતીય અર્થતંત્રનું રેટિંગ ‘ઓવરવેઈટ’ થી ડાઉનગ્રેડ કરીને ‘અંડરવેઈટ’ કર્યુ છે. રશિયામાંથી સપ્લાય અટકવાની દહેશતે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ઉછળીને ૧૪૦ ડોલર પ્રતિ બેરલની ૧૪ વર્ષની ઉંચી સપાટીને વટાવી ગઇ છે. ક્રૂડ ઓઇલમાં લાલચોળ તેજી અને રૂપિયાના મૂલ્યમાં ઘોવાણથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધીને રૂ.૨૦૦ પ્રતિ લિટર થવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ક્રેડિટ સ્વીસે જણાવ્યુ કે, ભારતના રેટિંગમાં કરાયેલુ ડાઉનગ્રેડ એ ‘વ્યૂહાત્મક’ છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં આવેલા ઉછાળાને લીધે રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમતો ભારતની રાજકોષીય ખાધ અને ચાલુ ખાતાની ખાધની સમસ્યાને ગંભીર બનાવશે તેમજ શેરબજારમાં મોટુ દબાણ ઉભુ કરશે. ઉપરાંત ક્રૂડ, મેટલ અને ખાદ્યચીજોના ભાવ આસમાને પહોંચતા સમગ્ર દુનિયામાં મોંઘવારી માઝા મૂકશે તેવી અટકળો અમેરિકાની મધ્યસ્થ બેન્કે ઝડપથી વ્યાજદરમાં વધારો કરવા માટે ફરજ પડી છે. ૧૨૦ ડોલર પ્રતિ બેરલનું ક્રૂડ ઓઇલ ભારતના ઇમ્પોર્ટ બીલમાં ૬૦ અબજ ડોલરનો વધારો કરી શકે છે. ગેસ, કોલસા, ખાદ્યતેલો અને ખાતરનો ભાવવધારો તેમાં ૩૫ અબજ ડોલરનો નવો બોજો લાદશે, પરિણામે મોંઘવારી ૧% વધી શકે છે. જો ક્રૂડ ઓઇલ ૧૨૦ ડોલરની ઉપર રહે તો ભારતની ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૩%ની નજીક પહોંચી જશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.