Home દુનિયા - WORLD પાકિસ્તાન સામેની મેચમાં ડેવિડ વોર્નરનો અલગ જ અંદાજમાં શાનદાર ડાન્સ કર્યો

પાકિસ્તાન સામેની મેચમાં ડેવિડ વોર્નરનો અલગ જ અંદાજમાં શાનદાર ડાન્સ કર્યો

135
0

(જી.એન.એસ),તા.૦૯

રાવલપિંડી

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાવલપિંડીમાં રમાઇ રહેલ મેચમાં બેટ્સમેનોનો દબદબો રહ્યો હતો. પાકિસ્તાને પહેલી બેટિંગ કરતા 476 રનનો સ્કોર કર્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ 459 રનનો સ્કોર કર્યો હતો. પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગમાં શાનદાર બેટિંગ કરી રહી હતી. આ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. અને  ટેસ્ટ મેચમાં અંતિમ દિવસે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમ મેદાન પર હતી. તે સમયે ટીમના સ્ટાર ખેલાડી ડેવિડ વોર્નર મેદાન પર દર્શકોની માંગ પર શાનદાર ડાન્સ કર્યો હતો. ડેવિડ વોર્નર સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ રહે છે. તે અવારનવાર ભારતીય ફિલ્મ જગતના ગીતો પર ડાન્સ કરતો હોય છે અને તેના વીડિયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કરતો રહે છે. હવે જ્યારે રાવલપિંડીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ફિલ્ડીંગ કરી રહી હતી ત્યારે બ્રેક સમયે મેદાન પર ગીત વાગી રહ્યા હતા. ડેવિડ વોર્નર પણ દર્શકોની સાથે જોશમાં આવી ગયો અને શાનદાર ડાન્સ કરવા લાગ્યો હતો. ફિલ્ડીંગ સમયે વોર્નરનો આ અંદાજ પાકિસ્તાનની ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો. ફોક્સ ક્રિકેટે ડેવિડ વોર્નરના આ ડાન્સનો વીડિયો શેર કર્યો હતો. ખાસ એ છે કે તેણે વિરાટ કોહલીના ડાન્સનો વીડિયો પણ સાથે શેર કર્યો હતો. વિરાટ કોહલી મોટાભાગે મેદાન પર મસ્તીના મુડમાં જોવા મળતો હોય છે. હાલમાં જ શ્રીલંકા સામે મોહાલીમાં ટેસ્ટ મેચમાં આ જોવા મળ્યું હતું. પાકિસ્તાન સામેની આ મેચમાં ડેવિડ વોર્નરનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. જ્યારે ડેવિડ વોર્નર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાનના ઘણા બોલરોએ તેને ઉસ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. શાહીન અફરીદીથી લઇને નસીમ શાહ સુધી ઘણા બોલરોએ ડેવિડ વોર્નરને સ્લેજ કર્યું હતું, પણ વોર્નરે દરેક વખતે હસીને જ જવાબ આપ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિરાટ કોહલી મેદાન પર હોય ત્યારે તે રાજા છે તેવું લાગે છે : પ્રદીપ સાંગવાન
Next articleભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગે અપેક્ષિત સરેરાશ ૧૫૨૬ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!