રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૨.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૮૪૬૫.૯૭ સામે ૫૮૮૧૦.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૩૩૨.૨૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૨૭.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૦.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૯૨૬.૦૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૪૮૦.૧૫ સામે ૧૭૫૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૪૪૦.૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૯.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૭.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૫૯૭.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. રિઝર્વ બેંક દ્વારા અર્થતંત્રને ટેકો આપવા વ્યાજદર યથાવત રાખવાની સાથે આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ ઉદભવ્યો હતો. ચોમેરથી નવી લેવાલીએ આજે સેન્સેક્સમાં ૪૬૦ અને નિફ્ટી ફ્યુચરમાં ૧૧૭ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યા હતા. અર્થતંત્રને ટેકો આપવા રિઝર્વ બેંક દ્વારા સતત દશમી વખત વ્યાજદરમાં કોઈ ફેરફાર કરાયો નહોતો. આ ઉપરાંત જીડીપી વૃદ્ધિમાં આશાવાદ સાથે અન્ય કેટલાક મહત્વના નિર્ણય લીધા હતા. આ ઉપરાંત એમિક્રોન વિષયક ભીતિ હળવી થયાના અહેવાલોની વિદેશી શેરબજારો પર સાનુકૂળ અસર થઈ હતી. ભારતીય શેરબજારમાં નોંધાયેલ ઊછાળાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ.૧.૧૩ લાખ કરોડનો વધારો થયો હતો.
રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં કોઈ ફેરફારની સાથે દેશના અર્થતંત્રમાં વિકાસને ટેકો મળે અને ફુગાવો વધે નહી એ રીતે નાણા પ્રવાહિતા અનુકૂળ રાખવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે મોનેટરી પોલિસીની બેઠકમાં વ્યાજના દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો હતો. રેપો રેટ એટલે કે બેન્કોને રિઝર્વ બેંક જરૂર પડ્યે નાણા આપે તેનો દર ૪% અને બેન્કો પાસે વધારાના નાણા રિઝર્વ બેંકમાં જમા કરાવે તો તેનો વ્યાજનો દર રિવર્સ રેપો ૩.૩૫% જ રાખવામાં આવ્યો છે. જોકે, રિઝર્વ બેન્ક અનુસાર ભારતનું અર્થતંત્ર ધીમું પડશે. તા.૩૧ જાન્યુઆરીએ કેન્દ્ર સરકારના આર્થિક સર્વેમાં આગામી વર્ષ ૨૦૨૨-૨૩માં દેશની જીડીપી ૮ થી ૮.૫% વચ્ચે રહેશે એવો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. પણ રિઝર્વ બેન્કે આજે દેશનો જીડીપી ૭.૮% રહેશે એવી આગાહી કરી છે. આ દર્શાવે છે કે મોંઘવારી, ઘટી રહેલી લોકોની ખરીદી અને મહામારીમાંથી દેશનું અર્થતંત્ર હજી બહાર આવ્યું નથી. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવની ચિંતા પણ રિઝર્વ બેન્કે વ્યક્ત કરી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૪૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૧૯ અને વધનારની સંખ્યા ૧૫૨૯ રહી હતી, ૧૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ભારતીય શેરબજાર પ્રત્યે બેરિશ બન્યા છે અને પ્રાથમિક આંકડા મુજબ વર્ષ ૨૦૨૨ની શરૂઆતથી જ ૬ અબજ ડોલરની વેચવાલી કરી છે. એફપીઆઇ ભવિષ્યના સંભવિત ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ગત ઓક્ટોબરથી અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતમાંથી ૧૦.૫ અબજ ડોલરનું પાછું ખેંચ્યુ છે. જો તેમણે પ્રાયમરી બજારમાં ૫.૭ અબજ ડોલરની લેવાલી કરી છે. દુનિયાના વિકસીત રાષ્ટ્રોમાં મોંઘવારી વધતા મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહી છે. હાલ સૌની નજર અમેરિકાની ફેડ રિઝર્વ બેન્ક કેટલા પ્રમાણમાં વ્યાજદર વધારશે તેના પર છે. વ્યાપક અસર ઉભરતા દેશોના બજાર પર થશે.
ક્રૂડ ઓઇલની લાલચોર તેજી અને રશિયા – યુક્રેનના તણાવથી પણ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા ગંભીર બની રહી છે. ચાલુ વર્ષે ક્રૂડ ઓઇલની કિંમત ૨૦% ઉછળીને ૯૦ ડોલર પ્રતિ બેરલને વટાવી ગઇ છે. જે ભારતીય ઉદ્યોગજગત માટે નેગેટિવ ફેક્ટર છે. નવા વર્ષે અત્યાર સુધીમાં ભારતીય શેરબજારના બેન્ચમાર્ક ૦.૭% ઘટયા છે તેમજ છતાં ઇમર્જિંગ માર્કેટની તુલનાએ પ્રદર્શન સારું છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખાસ કરીને મ્યુ. ફંડો અને રિટેલ રોકાણકારો તરફથી શેરબજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.