રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૧.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૪૯૧.૫૧ સામે ૫૭૧૫૮.૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૪૦૯.૬૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૫૭.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૬૬.૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૮૫૮.૧૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૫૧.૬૫ સામે ૧૭૦૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૮૫૧.૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૭.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૧.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૬૩.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વિશ્વભરમાં ફુગાવા – મોંઘવારીની વિકરાળ બનતી જતી સમસ્યા અને એના પરિણામે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આગામી મીટિંગમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવે એવી શકયતાની અટકળો અને યુક્રેન મામલે રશીયા અને અમેરિકા વચ્ચે ફરી યુદ્વના ભણકારાં વચ્ચે વૈશ્વિક બજારોમાં કડાકા પાછળ ભારતીય શેરબજારમાં આજે બ્લેક મન્ડે બાદ આજે સતત પણ બે તરફી અફડા તફડી સાથે શરુઆતી તબક્કામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જો કે અંતે ફંડોની નીચા મથાળે લેવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી હતી.
વૈશ્વિક પરિબળો સાથે સ્થાનિકમાં કેન્દ્રિય બજેટ ૧,ફેબ્રુઆરીના રજૂ થનારું હોઈ બજેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષનો દર ૧૦%થી વધારીને ૧૫% કરવામાં આવશે અને લોંગ ટર્મનો ગાળો એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવામાં આવી શકે છે એવી બજારમાં અહેવાલે શેરોમાં ફંડો, મહારથીઓ, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સાર્વત્રિક ગાબડાં પાડતાં ગભરાટમાં રીટેલ ઈન્વેસ્ટરોની પણ વેચવાની દોટને લઈ ગઇકાલે સેન્સેક્સ, નિફટી બેઝડ ધબડકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક બજારોમાં ખાસ અમેરિકી બજારોમાં નાસ્દાકમાં સતત ધોવાણના પગલે આઈટી – સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોના હેમરીંગ સાથે ઓફલોડિંગ બાદ આજે સેન્સેક્સ ખુલીને આરંભથી નેગેટીવ ઝોનમાં રહીને મોટાપાયે વેચવાલી નીકળતાં બાદ સેન્સેક્સ એક તબક્કે તૂટીને નીચામાં અંદાજીત ૧૦૦૦ પોઈન્ટ ગબડીને કારોબાર કરી રહ્યો હતો, જો કે અંતે ફંડોની લેવાલી એ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૬૬ અને વધનારની સંખ્યા ૧૯૭૯ રહી હતી, ૮૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૬૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ પરિબળો, પ્રિ-બજેટ કરેકશન સહિતના પરિબળો પાછળ ભારતીય શેરબજારોમાં વિતેલા સપ્તાહમાં એકધારી પીછેહઠ થવા પામી હતી. કામકાજના છેલ્લા પાંચ સત્રમાં સેન્સકસમાં અંદાજીત ૪૦૦૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચરમાં અંદાજીત ૧૧૦૦ પોઇન્ડનું ગાબડુ નોંધાયું છે. સેન્સેકસના ગાબડા પાછળ રોકાણકારોની સંપતિમાં ચાર દિવસમાં કરોડોનું ધોવાણ થવા પામ્યું છે. આગામી દિવસોમાં બજેટ દરખાસ્તો, ફેડરેટમાં વધારો, ફુગાવો તેમજ કોરોનાને કારણે બજારમાં અસ્થિરતા ભરી રહેવાની સંભાવના છે. આગામી બજેટમાં સરકાર એવા ક્ષેત્રો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે જે વધુ રોજગારી ઉત્પન્ન કરે અથવા મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રો હોય.
બજાર બજેટ પહેલાથી જ ડિસ્કાઉન્ડ મોડ પર કાર્યરત છે. બજેટ થકી બજારમાં તાત્કાલિક વધારો અસંભવિત લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો બજેટ બજારો માટે નોન-ઇવેન્ટ બનવાનું છે. જો કે, કોઈ આશ્ચર્યના કિસ્સામાં, બજાર નજીકના ગાળામાં, ઝડપથી સુધરે તેવી શક્યતા છે. બજેટ પછી ૨૦૨૨ના બાકીના સમયગાળામાં બીજી કઈ મહત્વની ઘટનાઓ અથવા પરિબળો પર ધ્યાન આપવું જોઈએ. હંમેશની જેમ ફેડ સ્ટેન્સ, ફુગાવો, આરબીઆઇની નાણાકીય નીતિ, Q4 માટેની કમાણી વગેરે જેવા ઘણા પરિબળો પર ધ્યાન આપવું જોઈએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.