Home ગુજરાત જૂનાગઢ ખાતે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાદાઈથી કરાશે

જૂનાગઢ ખાતે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાદાઈથી કરાશે

136
0

(જી.એન.એસ : ધ્રુમિત ઠક્કર)


જૂનાગઢ,તા.૨૫


જૂનાગઢના ભવનાથ સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની સાદાઈથી ઉજવણી કરાશે. છેલ્લા ૧ દાયકાથી ભવનાથર તિર્થક્ષેત્રમાં રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રિય પર્વની ધ્વજવંદન સાથે ઉજવણી કરાય છે. દરમિયાન ૨૬મી જાન્યુઆરી ૨૦૨૨ના ભારતના ૭૩માં પ્રજાસત્તાક પર્વની પણ ઉજવણી કરવામાં આવશે. જાેકે, કોરોનાની ગાઈડ લાઈનને લઈને પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાદાઈથી કરાશે તેમ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે. આ તકે ગિરનાર મંડળના સંતો તેમજ સર્વપક્ષીય આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી અપાશે. ત્યારે આ ઉજવણીમાં નિમંત્રીત લોકોને જ ઉપસ્થિત રહેવા ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહાશિવરાત્રી મેળા અંગે સરકારે સત્વરે નિર્ણય લેવો જોઈએ: ઈન્દ્રભારતી બાપુ
Next articleટેલિકોમ – યુટિલિટીઝ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૩૬૬ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!