(જી.એન.એસ) તા. 30
આણંદ,
શુક્રવારે (30 મે) આણંદના તારાપુરમાં તારાપુર-વટામણ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર 2 યુવકોના કરૂણ મૃત્યુ નીપજ્યાં હતા.
પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ અકસ્માત મામલે મળતી માહિતી અનુસાર, તારાપુર-વટામણ હાઇવે પર ફતેપુરા ચોકડી નજીક ગંભીર અક્સ્માતની ઘટના બની છે. કારની ટક્કરે બાઈક પર સવાર બે યુવકોના મોત થયા છે. બન્ને મૃતક ભોળાદ ગામના વતની છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

