કુદરત પણ પાકિસ્તાનથી નારાજ હોય તેમ ભૂકંપની ઘટના બની
(જી.એન.એસ) તા. 10
ઇસ્લામાબાદ,
શનિવારે વહેલી સવારે પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી હતી. જોકે હજુ સુધી ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવાર અને શનિવારે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે લગભગ 01.44 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે આજે બપોરે 01.44 વાગ્યે (IST) પાકિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જો કે, આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

