Home વ્યાપાર જગત - BUSINESS RBIની મોનિટરી પોલિસીની જાહેરાત પૂર્વે બેંકિંગ-ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૮૮૬...

RBIની મોનિટરી પોલિસીની જાહેરાત પૂર્વે બેંકિંગ-ફાઈનાન્સ સેક્ટરની આગેવાની હેઠળ ભારતીય શેરબજારમાં ૮૮૬ પોઈન્ટનો પ્રત્યાઘાતી ઉછાળો…!!

97
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૧૨.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૬૭૪૭.૧૪ સામે ૫૭૧૨૫.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૬૯૯૨.૨૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૧૩.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૬.૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૬૩૩.૬૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૯૫૭.૧૫ સામે ૧૭૦૫૩.૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૧૬.૬૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૯૨.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૫.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૨૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વિશ્વને હચમચાવનારા કોરોના વાઈરસના નવા ઓમિક્રોન સ્વરૂપને લઈ સાવચેતીથી વિપરીત આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં ભારતના આર્થિક પ્રોત્સાહક આંક તેમજ દેશમાં આર્થિક વિકાસ વેગ પકડી રહ્યાના અને આગામી દિવસોમાં પણ વૃદ્વિ જળવાઈ રહેવાની અપેક્ષાએ ફંડોએ શેરોમાં ફરી આક્રમક તેજી કરી સેન્સેક્સને ૫૭૫૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૭૩૦૦ પોઈન્ટની સપાટી પાર કરી હતી. નવો ઓમિક્રોન વાઈરસ જર્મની, કોરિયા સહિતના દેશોમાં ઝડપી ફેલાઈ રહ્યાના અહેવાલો અને અમેરિકામાં બોન્ડ ટેપરીંગ વહેલું કરવાના જેરોમ પોવેલના નિવેદન વચ્ચે ગઈકાલે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડા બાદ આજે નીચા મથાળેથી રિકવરી જોવા મળી હતી.

ઈન્ડેક્સ બેઝડ ધોવાણ અટકાવવા ટાટા ગ્રૂપના શેરોમાં ફંડોએ આજે મોટાપાયે ખરીદી કરતાં અને આ સાથે મેટલ રિયલ્ટી, બેન્કેક્સ, ફાઈનાન્સ શેરોની આગેવાનીએ અને પસંદગીના બેઝિક મટિરિયલ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ કંપનીઓના શેરોમાં તેજી કરી હતી. ફંડોએ આ સાથે યુટિલિટીઝ, ઓટો અને પાવર પણ તેજી કરી હતી. વૈશ્વિક મોરચે જર્મની, ઓસ્ટ્રિયા, ફ્રાંસ સહિતના દેશોમાં કોરોના સંક્રમણમાં ફરી વધારો થવા લાગતાં અને લોકડાઉનની સ્થિતિ  ઊભી થતાં વૈશ્વિક અર્થતંત્રને  ફટકો પડવાના અંદાજો સાથે ફુગાવો – મોંઘવારીનો દાનવ વિશ્વને હચમચાવી રહ્યો હોઈ વિશ્વભરમાં વધતાં ફયુલ – એનર્જીના ભાવને લઈ અમેરિકા, જાપાન, ભારત સહિતના દેશોએ ક્રુડનો રિઝર્વ સ્ટોક છુટ્ટો કરવાનું જાહેર કરતાં પોઝિટીવ અસર જોવા મળી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર મેટલ, રિયલ્ટી, બેન્કેક્સ, ફાઈનાન્સ અને બેઝિક મટિરિયલ્સ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૯૪૬ અને વધનારની સંખ્યા ૨૩૩૧ રહી હતી, ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૭૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૫૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસનો નવો વેરીયેન્ટ ઓમિક્રોન ઝડપથી પ્રસરતા આરોગ્યની સાથે સમગ્ર વિશ્વ મોટા આર્થિક સંકટમાં ફસાઈ જવાની દહેશત સહિતના અન્ય પ્રતિકુળ અહેવાલો પાછળ ભારત સહિત વિશ્વભરના શેરબજારો પર પ્રતિકૂળ અસર થવા પામી છે. કોરોનાનો નવો વેરીયેન્ટ પ્રબળ બનતા વિશ્વના અનેક દેશો  ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અનેક દેશો દ્વારા પુન: લોકડાઊનનો માર્ગ અપનાવાયો છે. આ મુદ્દાને લઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્વના તમામ દેશોને અપાયેલી ચેતવણીની બજારનું માનસ ખરડાવાની સાથોસાથ વિદેશી સહીત તમામ રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

ઓમિક્રોનની ચિંતાની બીજી તરફ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ રેપરીંગ વહેલુ કરવાના એટલે કે બોન્ડબાઇંગ પ્રોગ્રામ વહેલો અટકાવવાના આપેલા સંકોત, ક્રૂડની ઊછળકૂદ સહિતના અન્ય અહેવાલોની પણ વિશ્વભરના બજારો પર પ્રતિકૂળ અસર થવા પામી છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારથી સતત દૂર થઇ રહ્યા છે. આ ઉપરાંત સ્થાનિક ખેલાડીઓ, ઓપરેટરો અને રોકાણકારો દ્વારા પણ સતત વેચવાલી હાથ ધરાતા બજારમાં સતત પીઠેહઠ થતા આગેવાન ઇન્ડેક્સે મહત્વના લેવલ ગુમાવી દીધા છે. આ સંજોગોમાં આગામી બજેટ સુધીમાં ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field