Home વ્યાપાર જગત - BUSINESS સ્થાનિક સ્તરે પણ કોરોના વાઈરસના નવા વેરિએન્ટ ઓમીક્રોનના કેસો વધતાં ભારતીય શેરબજારમાં...

સ્થાનિક સ્તરે પણ કોરોના વાઈરસના નવા વેરિએન્ટ ઓમીક્રોનના કેસો વધતાં ભારતીય શેરબજારમાં ૯૪૯ પોઈન્ટનો અસાધારણ કડાકો..!!!

87
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૧૨.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૯૬.૪૬ સામે ૫૭૭૭૮.૦૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૬૬૮૭.૬૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૦૯૩.૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૪૯.૩૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૬૭૪૭.૧૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૩૯.૦૦ સામે ૧૭૨૪૭.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૯૪૨.૦૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૩.૫૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૯૫૦.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૯૫૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ હતી. વિશ્વને હચમચાવનારી કોરોના મહામારી ફરી માથું ઉંચકી રહી હોઈ ડેલ્ટા બાદ એનાથી પણ ખતરનાક ઝડપે ફેલાઈ રહેલો નવો આફ્રિકન કોરોના વેરીએન્ટ ઓમીક્રોન સાઉથ આફ્રિકામાં મળી આવ્યો હોવાના અને બોસ્તવાના, હોંગકોંગમાં આ કોરોના વાઈરસનો કેસો આવ્યા બાદ હવે ઈઝરાયેલમાં પણ આ નવા વેરીએન્ટના કેસો સામે આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક સ્તરે પણ ઓમીક્રોનના કેસો નોંધાતા દક્ષિણ આફ્રિકાથી આવતાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવા લાગતાં વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મોટી ચિંતા ઊભી થતાં વૈશ્વિક બજારોમાં ફફડાટ વચ્ચે આજે ભારત સહિતના અનેક દેશોના બજારો ધરાશાયી થઈ જઈ આજનો દિવસ બ્લેક મંડે બની ગયો હતો.

ચાલુ માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. વૈશ્વિક હેલ્થેકેર ક્ષેત્ર માટે નવા પડકારો ઊભા થઈ રહ્યા સાથે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી સર્જાવાના ભય અને અમેરિકા-ચાઈના વચ્ચે ફરી ટ્રેડ વોર વકરી રહ્યાના નિર્દેશો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં આઇટી, ટેક, ટેલિકોમ, એનર્જી, હેલ્થકેર, ઓટો અને એફએમસીજી શેરોમાં સાર્વત્રિક ગાબડાં પડતાં સેન્સેક્સ નિફટી જોતજોતામાં ૧૭૦૦૦ની સપાટી ગુમાવી દઈ અંતે ૨૮૯.૦૦ પોઈન્ટ ગબડીને અને સેન્સેક્સ ૫૭૦૦૦ની સપાટી ગુમાવી અંતે ૯૪૯.૩૨ પોઈન્ટ તૂટીને બંધ રહ્યા હતા.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઇટી અને ટેક શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૯૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૦૪ અને વધનારની સંખ્યા ૧૪૧૮ રહી હતી, ૧૭૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૨૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાના નવા વેરિયન્ટની આર્થિક અસર હાલમાં અનિશ્ચિત જણાય રહી હોવાથી એમપીસી વ્યાજ દરના મુદ્દે હાલમાં કોઈ ઉતાવળ નહીં કરે એવો મત સાથે ૬ ડીસેમ્બરથી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિની મળી રહેલી ત્રણ દિવસની બેઠકમાં આરબીઆઈ વ્યાજ દર મુદ્દે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવે તેવી શકયતા જોવાઈ રહી છે. રેપો રેટ યથાવત રાખી રિઝર્વ બેન્ક કદાચ રિવર્સ રેપો રેટમાં કદાચ વધારો કરશે. હાલમાં રેપો રેટ ૪ ટકા અને રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા છે. અર્થતંત્રમાં વધી રહેલા ફુગાવાના દબાણને કારણે રિઝર્વ બેન્ક ચિંતીત છે. કોમોડિટીના ઊંચા ભાવ તથા પૂરવઠા ખલેલને કારણે ફુગાવાજન્ય દબાણ ઊંચુ જોવા મળી રહ્યું છે. ૮મી ડીસેમ્બરે જાહેર થનારી નીતિમાં એમપીસી નવા વેરિયન્ટને લઈને વૈશ્વિક સ્તરની સ્થિતિનો પણ અંદાજ મેળવશે.

રિઝર્વ બેન્ક વર્ષ ૨૦૨૨થી વ્યાજ દર વધારવાનું ચાલુ કરશે. રેપો રેટ વધારવાની માત્રા ઓમીક્રોનની કેવી અસર પડે છે. જી-સાપ રદ કરીને તથા વીઆરઆરઆર ઓકશન વધારીને નાણાં વ્યવસ્થામાંથી વધારાની લિક્વિડિટી પાછી ખેંચવાની પ્રક્રિયા રિઝર્વ બેન્કે આ અગાઉ જ શરૂ કરી દીધી છે. ભારતમાં રેપો રેટ અંગે નિર્ણય લેતા પહેલા એમપીસી અમેરિકન ફેડરલ રિઝર્વના ટેપરિંગ કાર્યક્રમને પણ જોવાનું કદાચ મુનાસિબ માનશે. ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક ૧૪-૧૫ ડીસેમ્બરના મળી રહી છે, તે ને જોતાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની સતત મોટાપાયે વેચવાલી આગામી દિવસોમાં વધવાના સંજોગોમાં પરિસ્થિતિ કથળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field