(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર/અમદાવાદ,
આજે 20 એપ્રિલ, 2025 ને રવિવારના રોજ, ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ક્લાસ 1-2ની પરીક્ષા યોજાશે, જેમાં રાજ્યના 21 જિલ્લામાં 97 હજારથી વધુ ઉમેદવારો માટે પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોને પોણા બે કલાક વહેલા પ્રવેશ આપવામાં આવશે.
GPSCની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, ‘રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદાવારો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાના આયોજનનો લઈને ગત ગુરુવારે દરેક જિલ્લાના અધિકારી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગ કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે પરીક્ષા ખંડમાં સઘન દેખરેખ રાખવા દરેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરા એક્ટિવ છે. પરીક્ષાર્થીઓના સામાનની સુરક્ષા માટેની વ્યવસ્થા કરાઈ છે.’
આ બાબતે મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવતીકાલે રવિવારે GPSCની પરીક્ષા છે, ત્યારે વડોદરામાં શિક્ષણ વિભાગ દ્વારા 18 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે. જેમાં વડોદરામાં 4296 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે જવાબવહી મોકલાશે.
પરીક્ષાને લઈને વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, પરીક્ષાકેન્દ્રના 100 મીટરના અંતરમાં અનધિકૃત વ્યક્તિએ એકત્રિત ન થવું. આ સાથે કોઈએ ઝેરોક્ષ મશીન શરુ ન રાખવું.
GPSCની ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જાહેરાત ક્રમાંક- 240/2024-25ની કુલ 244 જગ્યા માટે આવતીકાલે રવિવારે પ્રિલિમિનરી પરીક્ષા યોજાશે. જેમાં GPSCની વર્ગ-1ની 39 અને વર્ગ-2ની 168 માટે પરીક્ષા યોજાશે. જેમાં 12:00થી 3:00 વાગ્યા સુધીમાં પરીક્ષા લેવામાં આવશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળ કુલ 37 જગ્યા પર ભરતી કરાશે. જેમાં વર્ગ-1 માટે 9 અને વર્ગ-2 માટે 28 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.