અમદાવાદમાં એસએમસીના દરોડા; 3 લોકોની ધરપકડ
(જી.એન.એસ) તા.1
અમદાવાદ,
શહેરના કાલુપુર વિસ્તારમાં ગાંધી રોડ પર આવેલ અરિહંત ગિફ્ટ અનેડ કિચેઈન શોપ પર એસએમસી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે 489 ઈ સિગારેટ અને રિફીલનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે આ કેસમાં મનોજ જુમારજી, ભરતજી દરબાર અને રાકેશ લખારાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય 11 ફરાર આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં આરોપી મનોજ જુમારજી ઈ સિગારેટ વેચનાર મુખ્ય આરોપી હોવાનું તથા એક વર્ષ પહેલા તેની સામે આ જ પ્રકારનો ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે અન્ય બે આરોપી ગોડાઉનમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું હતું. ફરાર આરોપીઓમાં ઈ સિગારેટ મુંબઈથી મોકલનારા શખ્સ સહિત 11 આરોપીનો સમાવેશ થાય છે.

