Home વ્યાપાર જગત - BUSINESS ડેરિવેટીવ્ઝમાં ઓક્ટોબર વલણના અંતે ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૧૧૫૮...

ડેરિવેટીવ્ઝમાં ઓક્ટોબર વલણના અંતે ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ૧૧૫૮ પોઈન્ટનો નોંધપાત્ર કડાકો..!!!

115
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૦.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૪૩.૩૩ સામે ૬૧૦૮૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૭૭૭.૫૮ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૩૦૩.૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૫૮.૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૯૮૪.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૧૫.૨૫ સામે ૧૮૧૯૪.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૪૯.૩૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૬.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫૭.૨૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૮૫૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાજરમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. ભારતીય શેરબજારમાં ઐતિહાસિક અવિરત તોફાની તેજીનો લાંબો દોર જોવાયા બાદ આજે ડેરિવેટીવ્ઝમાં ઓક્ટોબર વલણના અંતે ફંડો, મહારથીઓએ શેરોમાં ઓલ રાઉન્ડ પ્રોફિટ બુકિંગ સાથે તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરતાં બીએસઇ સેન્સેક્સે ૬૦૦૦૦ પોઈન્ટની સપાટી અને નિફટી ફ્યુચરે ૧૮૦૦૦ પોઈન્ટની સપાટી ગુમાવી હતી. દેશમાં મોંઘવારી અસહ્ય બની રહી હોવા સાથે  લાંબા સમયથી ભારતીય શેરબજારમાં સતત તેજીનું તોફાન મચાવનારા ફંડો, મહારથીઓએ અંતે મંદીમાં આવ્યા હોવાના અને તેજીનો મોટો ઉથલો કરીને મંદીના ઓળીયા ઊભા કર્યાની ચર્ચા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૧૫૮ પોઈન્ટનો અસાધારણ કડાકો બોલાઈ ગયો હતો.

ફંડોની આગેવાની હેઠળ ઓપરેટરો તેમજ ખેલાડીઓની સાથોસાથ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે સ્મોલકેપ તેમજ મિડકેપ શેરોમા મોટાપાયે ધોવાણ થતા નાના/ રિટેલ રોકાણકારોની મહામૂલી મૂડીનું મોટાપાયે ધોવાણ થઈ જવા પામ્યું છે. સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ ચાલુ કેલેન્ડર વર્ષમાં બજારમાં એકધારી તેજીનો માહોલ ઉદ્ભવ્યો છે. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઉંચકાતા તેની વૈશ્વિક અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ તેમજ સતત વધતી મોંઘવારીના કારણે અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની સંભાવના પાછળ ફંડો સહિત મોટા ખેલાડીઓ દ્વારા ઉછાળે તેજીનો વેપાર હળવો કરવાની નીતિ અપનાવી મોટા પાયે નફો બુક કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડાસાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૫૬% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૯૫ અને વધનારની સંખ્યા ૯૮૫ રહી હતી, ૧૨૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, ભારતીય શેરબજારમાં માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારી આવી અને લોકડાઉનની જાહેરાત બાદ જોવા મળેલી ઐતિહાસિક તેજીમાં વિદેશી નાણા સંસ્થાનું રોકાણ બમણાથી વધુ થઇ સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે રૂ.૫૦ લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. સેબીના આંકડા અનુસાર, આ દોઢ વર્ષના ગાળામાં વિદેશી ફંડ્સની કુલ અસ્કયામત અંદાજીત રૂ.૨૧.૧૭ લાખ કરોડ સામે વધી સપ્ટેમ્બર માસના અંતે રૂ.૪૯.૫૦ લાખ કરોડ પહોંચી છે. દરમિયાન, સ્થાનિક મ્યુચયુઅલ ફંડ્સની અસ્કયામત આ સમયગાળામાં રૂ.૮.૯૮ લાખ કરોડ સામે વધી રૂ.૧૯.૦૬ લાખ કરોડ પહોંચી છે.

માર્ચ ૨૦૨૦માં લોકડાઉનની જાહેરાત સમયે સેન્સેક્સ ૨૫૦૦૦ નજીક પાહોંચી ગયો હતો ત્યારે બીએસઈ ઉપર લીસ્ટેડ બધી જ કંપનીઓનું કુલ માર્કેટ કેપીટલાઈઝેશન રૂ.૧૦૧ લાખ કરોડ થઇ ગયું હતું. આ અનુસાર વિદેશી ફંડ્સ પાસે કુલ અંદાજીત ૨૦.૯૬% જેટલો હિસ્સો અને સ્થાનિક ફંડ્સ પાસે અંદાજીત ૮.૮૯% જેટલો હિસ્સો ભારતીય શેરબજારનો હતો. સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતે ભારતીય શેરબજારનું માર્કેટ કેપીટલાઈઝેશન વધી રૂ.૨૫૯.૮૬ લાખ કરોડ થઇ ગયું હતું. વિદેશી ફંડ્સની અસ્કયામતના આધારે આ સમયે તેમની પાસે ૧૯% જેટલો હિસ્સો અને સ્થાનિક ફંડ્સ પાસે ૭.૩૩% હિસ્સો છે. અહી નોંધવું જોઈએ કે આ દોઢ વર્ષના ગાળામાં સ્થાનિક ફંડ્સની રૂ.૮૦,૬૮૧ કરોડની બજારમાં વેચવાલી છે અને સામે વિદેશી ફંડ્સની કેશ સેગ્મેન્ટમાં રૂ.૧,૫૮,૪૪૮ કરોડની ખરીદી છે. આગામી દિવસોમાં વિદેશી અને સ્થાનિક ફંડોની લેવાલી ઉપર ભારતીય શેરબજારની નજર રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચીનનો નવો કાયદો ભારત સહિત સરહદી 14 દેશોને અસર કરતા…..!
Next articleસરકાર રાષ્ટ્રીય સુરક્ષાના બહાને છટકી ન શકે : સુપ્રીમ કોર્ટ
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.