(જી.એન.એસ) તા. 27
બ્રાઝાવિલ,
આફ્રિકન દેશ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગોમાં એક રહસ્યમય રોગે વિશ્વમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. સૌથી પહેલાં તે જાન્યુઆરી ૨૧મા દેખાયો હતો. આ રોગમાં તાવ આવે છે, તાવ એકદમ વધી જાય છે. તેથી ઘણીવાર હેમરેજ પણ થઇ જાય છે. આ રોગગ્રસ્ત તેવા ૪૧૦ કેસો હજી સુધીમાં નોંધાયા છે. તેથી 50થી વધુ લોકોના મૃત્યુ પણ થયાં છે. ઘણા કેસમાં રોગનાં લક્ષણો દેખાયા પછી માત્ર બે જ દિવસમાં દર્દીનું મૃત્યુ થતું હોવાનું પણ નોંધાયું છે. વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત છે કારણ કે તપાસમાં ઇબોલા, મારબર્ગ અને યલો ફીવર જેવા વાયરસ મળ્યા નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ આ અંગે ચેતવણી પણ જારી કરી છે.
કોંગોના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલાં બિકોરો શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આ રોગ વ્યાપક દેખાયો છે. આ અંગે સ્થાનિક તબીબો તથા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મોકલેલા તબીબો જણાવે છે કે આ રોગમાં સૌથી વધુ ચિંતાજનક બાબત તે છે કે રોગનાં લક્ષણો દેખાયા પછી ૪૮ કલાકમાં જ દર્દીનું મૃત્યુ થાય છે. બિકેરોની હોસ્પિટલમાં તેઓની સારવાર પણ કરવામાં આવી હતી. પરંતુ ઘણાને બચાવવામાં તબીબો નિષ્ફળ રહ્યા હતા. તેમ બિકેરો હોસ્પિટલના મેડિકલ ડીરેકટરે મીડિયાને જણાવ્યું હતું. આ ખતરનાક રોગ 3 બાળકોએ ચામાચીડિયા ખાધા પછી શરૂ થયો અને ત્યારબાદ કેસ ઝડપથી વધવા લાગ્યા.
આ રોગથી અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોત થયા છે અને કુલ 431 કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ જણાવ્યું હતું કે આ કેસ ઇક્વેટુર પ્રાંતના દૂરના ગામડાઓમાં જોવા મળ્યા હતા. આ રોગના લક્ષણોમાં ખૂબ તાવ, ઉલટી અને આંતરિક રક્તસ્રાવનો સમાવેશ થાય છે. સૌથી ખતરનાક માહિતી એ છે કે દર્દીઓ ફક્ત 48 કલાકમાં જ મૃત્યુ પામી રહ્યા છે. ડૉ. સર્જ ન્ગાલેબાટોએ જણાવ્યું હતું કે, લક્ષણો દેખાયા પછી આટલા જલ્દી મૃત્યુ ખૂબ જ ચિંતાજનક છે. WHO આ રોગની તપાસ કરી રહ્યું છે, પરંતુ દૂરના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓના અભાવે પડકાર વધ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.