(જી.એન.એસ) તા. 26
અમેરિકા
અમેરિકા માં છેલ્લા ઘણા દિવસ થી બર્ડ ફ્લૂના કેસ સામે આવી રહ્યાં છે H5N1 બર્ડ ફ્લૂના કારણે વાયોમિંગ અને ઓહિયોમાં બે લોકોને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બંને દર્દીઓને શ્વાસ સંબંધિત સમસ્યા હતી.
ચેપી રોગ સંગઠનના વાયરોલૉજીસ્ટ એન્જેલા રાસમુસેને કહ્યું કે ‘ H5N1 ખૂબ જ ગંભીર હોય શકે છે અને આપણે તેને હળવાશથી ન લેવું જોઈએ. હું દર્દીઓમાં H5N1 સંક્રમણથી વધુ ચિંતિત છું, જેની સારવાર એવી હોસ્પિટલમાં થઈ રહી છે, જ્યાં અનેક ફ્લૂના દર્દીઓ પણ છે.’
CDC રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, વ્યોમિંગની એક વડીલ મહિલાને બીજા રાજ્યની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાને મરઘાં પાલન સમયે ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેનો H5N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બીજી બાજુ ઓહિયો સ્વાસ્થ્ય વિભાગે પોતાના એક નિવેદનમાં ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક શખસને મરઘાં પાલન કરવાના કારણે H5N1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો.કહ્યું કે, ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક શખસને મરઘાં પાલન કરવાના કારણે H5N1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અમેરિકામાં અત્યાર સુધી સૌથી વધુ રોગકારક એવિયન ઈન્ફલ્યુએન્ઝાના 70 કેસોની પુષ્ટિ થઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.