(જી.એન.એસ) તા. 25
મુંબઈ,
બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા 37 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા અંગેના અહેવાલો વહેતા થયા છે. જોકે, જ્યારે ગોવિંદા અને સુનિતાએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે આ સમાચારોમાં કેટલું સત્ય છે તે ગોવિંદા અને સુનિતા જ જણાવી શકે છે.
સુનિતાએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ગોવિંદા સાથે નથી રહેતી. સુનિતાએ કહ્યું હતું કે, તેઓ મોટે ભાગે અલગ અલગ રહે છે. સુનિતાના બાળકો સાથે ફ્લેટમાં રહે છે. બીજી તરફ ગોવિંદા ફ્લેટની સામે એક બંગલામાં રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવિંદા અને સુનિતાના લગ્ન 1987 માં થઇ હતી. બંન્નેના લગ્ન ખુબ જ ઓછી ઉંમરમાં થઇ ગઇ હતી. તે સમયે સુનિતા માત્ર 18 વર્ષની હતી. સુનિતા અને ગોવિંદાને આ લગ્નથી બે બાળકો ટીના અને યશવર્ધન છે.
ઉલ્લેખનીય છે કે, ગોવિંદાની પત્ની સુનીતા પોતાના બિન્દાસ સ્વભાવ માટે જાણીતી છે. થોડા સમય પહેલાં જ્યારે ગોવિંદાને ગોળી વાગી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે, સુનિતા તેની સાથે નથી રહેતી. ત્યારથી બંનેના છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યુ હતું. સુનિતાએ પણ પોતાના ઘણાં ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યો હતો કે, ગોવિંદાનું અફેર છે. તે તેમના ફ્લેટની સામે આવેલા બંગલૉમાં રહે છે કારણકે, બંનેનું શિડ્યુલ મેળ ખાઈ રહ્યું નથી. સોશિયલ મીડિયા પર લગ્નજીવનના આ તબક્કામાં છૂટાછેડાની વાતોએ યુઝર્સે અનેક પ્રતિક્રિયાઓ આપી છે.

