Home ગુજરાત મનરેગા યોજના હેઠળ જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૭.૪૬ લાખથી વધુ...

મનરેગા યોજના હેઠળ જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ ૭.૪૬ લાખથી વધુ માનવદિન રોજગારી ઉભી થઈ: ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ

8
0

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્યશ્રી દ્વારા મનરેગા યોજના અંગે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૪,૪૮,૫૮૦ જેટલી તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૨,૯૭,૬૧૪ માનવદિન રોજગારી ઊભી થઈ છે. જેના માટે એક માનવદિન રોજગારીનો દર ગત તા. ૧/૪/૨૦૨૪થી રૂ. ૨૮૦/- નક્કી કરવામાં આવ્યો છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં ઉભી થયેલી કુલ માનવદિન રોજગારી પૈકી ૧,૬૯,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે તેમજ વર્ષ ૨૦૨૪-૨૫માં ૧,૨૨,૦૦૦થી વધુ રોજગારી મહિલાઓ માટે ઉભી થઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

સભ્યશ્રીના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં અનુસૂચિત જાતિ માટે ૭૦,૦૦૦થી વધુ તેમજ અનુસૂચિત જનજાતિ માટે ૨,૪૯૪ માનવદિન રોજગારી ઉભી થઈ છે. જ્યારે, વર્ષ ૨૦૨૪-૨૫માં   અનુસૂચિત જાતિ માટે ૪૮,૯૦૦ તેમજ અનુસૂચિત જનજાતિ માટે ૨,૫૦૮ માનવદિન રોજગારી ઉભી થઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field