Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી રૂખ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી તરફી રૂખ યથાવત્…!!

132
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૯.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૩૩૮.૨૧ સામે ૫૭૪૨૩.૬૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૨૮૭.૭૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૦૪.૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૧૪.૩૩ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૮૫૨.૫૪ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૯૬.૯૫ સામે ૧૭૧૩૮.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૭૨.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૦.૬૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૬૨.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૨૫૯.૪૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરની ચિંતા છતાં આર્થિક મોરચે દેશમાં ઉદ્યોગો અને કોર્પોરેટ ઈન્ડિયા ફરી બિઝનેસમાં વેગ પકડી રહ્યાના અહેવાલ અને મોદી સરકાર દ્વારા આર્થિક વિકાસને  વેગ આપવા સતત ઉદારીકરણના પગલાં લેવામાં આવતાં રહેવાના સંકેત સાથે કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી આગામી દિવસોમાં વધુ સુધરવાની અપેક્ષા અને ચોમાસાની સારી પ્રગતિ વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

રાષ્ટ્રીય પરિબળો સાથે આંતરરાષ્ટ્રીય મોરચે પણ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા સ્ટીમ્યુલસના નિયંત્રણ માટે નવા કોઈ સંકેત નહીં આપવામાં આવતાં અને વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવ સતત મજબૂત જળવાઈ  રહ્યા હોઈ ફંડોએ આજે સપ્તાહના સતત ત્રીજા દિવસે શેરોમાં તોફાની તેજી કરી હતી. અર્થતંત્રમાં સુધારાની આશા સાથે વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારમાં તેજી તરફી દોટ ચાલુ રહી છે. જાહેર થયેલા ઓગસ્ટ ૨૦૨૧માં જીએસટીના આંકડા અને સુધરી રહેલા મેક્રો ઈકોનોમી આંકડાઓથી બજારને સમર્થન મળ્યું છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની પ્રોત્સાહક રહ્યા બીજા ત્રિમાસિકમાં કંપનીઓના પરિણામો વધુ સારા નિવડવાની અપેક્ષાએ સ્થાનિક શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૦૫ અને વધનારની સંખ્યા ૧૯૮૩ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરના ફફડાટ વચ્ચે કેરળ, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજયોમાં પોઝિટીવ કેસોની સંખ્યા વધવા લાગતાં કેન્દ્ર સાથે રાજય સરકારો ચિંતિંત બની હોવા સાથે વૈશ્વિક મોરચે અફઘાનિસ્તાન મામલે જીઓપોલિટિકલ ટેન્શનના નેગેટીવ પરિબળો વચ્ચે ભારતીય શેરબજારોમાં નવા વિક્રમો સર્જાઈ રહ્યા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સતત વેચવાલી બાદ હવે લોકલ ફંડોની સાથે શેરોમાં ચોખ્ખી ખરીદી કરતાં ફરી વ્યાપક તેજીનો નવો દોર શરૂ થયો છે.

વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા જાહેર થયેલા જૂન ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક આવતા વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નવા ઊંચા મથાળાના વિક્રમ રચાયાની સાથે બીએસઈ માર્કેટ કેપે પણ નવો ઈતિહાસ રચ્યો હતો. દેશમાં આર્થિક-ઔદ્યોગિક પ્રવૃતિ વેગ પકડી રહી છે, પરંતુ સતત ખરીદી કર્યા બાદ ફંડો, ખેલાડીઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ સાથે ઉછાળે ઓવરબોટ પોઝિશન હળવી કરી શકે છે, જેથી નવા રોકાણમાં ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field