Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક સપાટીએથી અપેક્ષિત નફારૂપી વેચવાલી…!!

120
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૯.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૫૫૨.૩૯ સામે ૫૭૭૬૩.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૨૬૩.૯૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૪.૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૪.૧૮ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૩૩૮.૨૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૧૨૨.૨૫ સામે ૧૭૧૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૦૮૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૫.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૬.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૦૮૬.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક મોરચે અફઘાનિસ્તાનમાં સત્તાપલટાના પરિણામે ઊભા થયેલા જીઓપોલિટિકલ ટેન્શન છતાં આ નેગેટીવ પરિબળોને અવગણીને દેશમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર ખાસ ચિંતાજનક નહીં નીવડવાના પ્રાથમિક અંદાજો અને દેશભરમાં અનલોક સાથે ઔદ્યોગિક – આર્થિક પ્રવૃતિઓ વધવા લાગતા અને કોર્પોરેટ પરિણામોની જૂનની સીઝન એકંદરે સારી રહ્યા બાદ ચોમાસાની સારી પ્રગતિ વચ્ચે આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી વધુ સારી રહેવાની અપેક્ષાએ ફોરન તથા સ્થાનિક ફંડોએ ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી કરતા BSE સેન્સેક્સે ૫૭૯૧૮ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૭૨૨૮ પોઈન્ટની નવી ઐતિહાસિક ઊંચાઈ નોંધાવી છે. જોકે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા આજે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ઓછી થતાં ભારતીય અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યું છે. ભારતીય અર્થતંત્રમાં સુધારાની આશા અને સુધરી રહેલા મેક્રો ઈકોનોમી આંકડાઓથી શેરબજારની તેજીને સમર્થન મળ્યું છે. અર્થતંત્રની રિકવરીનો વધુ એક પુરાવો દેશના બેરોજગારીના આંકડા આપી રહ્યાં છે. જુલાઈ માસમાં ભારતનો બેરોજગારી દર ચાર મહિનામાં સૌથી નીચલા સ્તર પર રહ્યો છે, તેમજ ઓગસ્ટ માસના જીએસટી કલેકશનમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. સાથે તેની સકારાત્મક અસર પણ ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, આઇટી, ટેક, બેઝિક મટિરિયલ્સ, ફાઈનાન્સ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૬૪ અને વધનારની સંખ્યા ૧૫૧૩ રહી હતી, ૧૫૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, કોરોનાકાળ દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં ખૂબજ મોટા ઘટાડા બાદ હવે સતત સુધારા તરફી સંકેતો મળવા શરુ થયા છે. સરકાર તરફથી જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તેમાં નાણાકિય વર્ષ ૨૦૨૧ – ૨૨ના પ્રથમ કવાટરમાં એટલે કે એપ્રિલ ૨૦૨૧ થી જૂન ૨૦૨૧ સુધીમાં ભારતના જીડીપી ગ્રોથમાં ૨૦.૧%નો વધારો નોંધાયો છે. કોરોના સંક્રમણ ઘટવાથી ઔધોગિક અને સર્વિસ સેકટરમાં જે ગતિશિલતા જોવા મળી રહી છે, તેના કારણે જીડીપીમાં સુધારો થઇ રહયો છે. કોરોનાકાળમાં ૩ મહિના આસપાસનું લોકડાઉન આપવામાં આવ્યું, ત્યારે કૃષિ સેકટરને બાદ કરતા તમામ ક્ષેત્રમાં જીડીપી રેટ માઇનસ રહયો હતો. ચોમાસાની સિઝન પૂરી થયા પછી કૃષિ અર્થતંત્રમાં વધુ ગતિ મળે તેવી શકયતા જોવાઇ રહી છે.

વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ ચાલુ કેલેન્ડરવર્ષમાં અત્યાર સુધીમાં નિફ્ટીમાં ૨૧% અને સેન્સેક્સમાં ૧૯%ની વૃધ્ધિ જોવા મળી છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ બાઈંગ કાર્યક્રમ સંદર્ભે અપનાવાયેલ હળવું વલણ અને બજારમાં રિટેલ રોકાણકારોની વધતી સંખ્યા અને લિક્વિડિટીની તરલતાના કારણે બજારની તેજીએ વેગ પકડયો છે. અર્થતંત્રને સ્પર્શતા વિવિધ આંકડાઓમાં સુધારો, સાનુકૂળ કોર્પોરેટ પરિણામો તેમજ રિઝર્વ બેંક દ્વારા નાણાંકીય નીતિમાં અપનાવાયેલ નરમ વલણનો શેરબજારની તેજીને ટેકો મળ્યો છે. વિવિધ સાનુકૂળ પરિબળોના પગલે ભારતીય શેરબજાર ઐતિહાસિક તેજી નોંધાવી રહ્યું છે. જો કે તેજીના માહોલ વચ્ચે બજારના ઊંચા વેલ્યુએશન અને કોરોનાની ત્રીજી લહેરની આશંકાથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field