રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૭.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૫૭૮.૭૬ સામે ૫૨૬૭૩.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૧૮૦૨.૭૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૦.૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૫.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૪૪૩.૭૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૩૪.૬૫ સામે ૧૫૭૭૪.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૫૧૦.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૬૪.૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૭૦૭.૫૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક સ્તરે ચાઈનીઝ સરકાર દ્વારા એક તરફ આઈટી કંપનીઓ સામે કાર્યવાહી, પ્રતિબંધોના પગલાંએ ફોરેન ઈન્વેસ્ટરો ખાસ અમેરિકી ફંડોએ ચાઈના અને હોંગકોંગમાં પોતાના રોકાણને અંકુશિત કરીને મોટાપાયે વેચવાલી કર્યાના અહેવાલે વૈશ્વિક બજારોમાં સાવચેતીની અસર આજે સ્થાનિક બજાર પર પણ જોવા મળી હતી. યુ.કે. અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસો ફરી વધવા લાગતાં સ્થાનિક સ્તરે પણ કોરોનાના કેસો વધી રહ્યાના અહેવાલની નેગેટીવ અસરે ફંડોએ આજે સાવચેતીમાં સતત બીજા દિવસે ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી.
ભારતમાં ચોમાસાની સારી પ્રગતિએ આજે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, જો કે ક્રુડ ઓઈલના ભાવોમાં અવિરત તેજીના નેગેટીવ પરિબળ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિક પરિણામો પ્રમુખ કંપનીઓના અપેક્ષાથી નબળા આવતાં નેગેટીવ અસર અને ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંત પૂર્વે ફોરેન ફંડો – એફપીઆઈઝની શેરોમાં સતત વેચવાલીના પરિણામે ઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯ પોઈન્ટ વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૧૯.૧૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, મેટલ, ટેક, બેઝિક મટિરિયલ્સ અને કેપિટલ ગુડ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૮૨ અને વધનારની સંખ્યા ૧૪૧૯ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરએ ભારતના અર્થતંત્રને જબરદસ્ત અસર કરી છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) દ્વારા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચ – મે માસ દરમિયાન કોરોનાની બીજી લહેરને કારણે ભારતની વૃદ્ધિની સંભાવના ઓછી થઈ ગઇ છે, અને બહાર આવતા પણ સમય લાગી શકે છે. રિપોર્ટમાં ભારત જેવી ઉભરતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓને ડાઉનગ્રેડ કરવામાં આવી છે. જ્યારે તે દેશોની અર્થવ્યવસ્થાને આશા સાથે જોવામાં આવી છે, જેમાં કોરોનાની રસીનું મોટા પ્રમાણમાં રસીકરણ થયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે કોરોનાની બીજી લહેર પહેલા IMF ભારતની અર્થવ્યવસ્થાને આશા સાથે જોઈ રહ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨માં, IMFએ ભારતનો આર્થિક વિકાસ દર ૧૨.૫% સુધી પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. જોકે, મે મહિનામાં કોરોનાની બીજી લહેર પછી, IMFએ તેમાં ૩%નો ઘટાડો કરીને વિકાસ દર ૯.૫% આશા વ્યક્ત કરી છે. આ સાથે જ નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ માટેના વિકાસ દરનાં અનુમાનમાં ૧.૩૬નો વધારો કરાયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.