રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૭.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૩૧૫૮.૮૫ સામે ૫૩૨૪૪.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૯૯૭.૦૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૯૩.૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૮.૭૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૩૧૪૦.૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૯૩૭.૩૦ સામે ૧૫૯૧૧.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૮૯૦.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧.૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૯૩૮.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કંપનીઓના પરિણામો એકંદર સારા નીવડી રહ્યા હોવા સાથે દેશમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણમાંથી દેશ બહાર આવવા લાગીને આર્થિક – ઔદ્યોગિક પ્રવૃતિને વેગ મળી રહ્યો હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસ વધવાના અંદાજોએ ફંડોએ શેરોમાં નવું રોકાણ કરતાં બીએસઇ સેન્સેક્સે ૫૩૨૯૦ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૯૭૦ પોઈન્ટની નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી.
કોર્પોરેટ પરિણામોની જૂન ૨૦૨૧ના અંતના પ્રથમ ત્રિમાસિકની સીઝનમાં ટીસીએસ બાદ ઈન્ફોસીસના રિઝલ્ટ એકંદર સાધારણ આવ્યા છતાં કંપનીએ સંપૂર્ણ વર્ષ માટે આવક વૃદ્વિના અંદાજ વધારીને મૂકતાં અને વિપ્રો લિમિટેડે અપેક્ષાથી સારા પરિણામ જાહેર કરતાં ફંડોએ આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં અવિરત તેજી કર્યા બાદ આજે સપ્તાહના અંતે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડિઝલના અત્યંત ઊંચા ભાવોને લઈને મોંઘવારીના નેગેટીવ પરિબળ અને રૃપિયા સામે મજબૂત બનતા અમેરિકી ડોલરના પણ નેગેટીવ પરિબળ સાથે બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઇનાન્સ, આઇટી, કેપિટલ ગુડ્સ અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૪૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૧ અને વધનારની સંખ્યા ૧૭૭૮ રહી હતી, ૧૫૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી છે. જો કે, વાસ્તવિક સ્થિતિ એ છે કે ભારતીય અર્થતંત્ર સામે અનેક અવરોધ હજુ યથાવત છે. ચાલુ માસના પ્રારંભે જાહેર થયેલા મેન્યુફેકચરિંગ તેમજ સર્વિસ સેકટરના આંકડા નબળા પૂરવાર થયા છે. ઇ-વે બિલ વધવા છતાં જીએસટી કલેકશનમાં પણ ઘટાડો થયો છે. જે પૂરવાર કરે છે કે પ્રતિકૂળતા હજુ પણ છવાયેલી જ છે. મે મહિનામાં જીએસટીનું કલેકશન રૂ.૧.૦૨ લાખ કરોડ હતું. જે અગાઉના મહિના કરતા ઓછું હતું. જૂનમાં અત્યાર સુધીમાં ઇ-વે બિલના આંકડા દર્શાવે છે કે આમાં પણ ગતિ આવી શકે છે. પરંતુ, તાજેતરમાં જાહેર થયેલ આંકડા મુજબ તે રૂ.૧ લાખ કરોડથી નીચે ઉતરી આવ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ તેના જુલાઈ બુલેટિનમાં કેટલાક અન્ય પરિબળોની રૂપરેખા આપી હતી જે અર્થવ્યવસ્થામાં આશાવાદ સાથે સુધારા તરફ દોરી રહી છે. બુલેટિનમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે કૃષિ સહિતના સમગ્ર પુરવઠાની સ્થિતિના અનેક પાસા અકબંધ છે. ચોમાસુ પણ અત્યાર સુધી સામાન્ય કરતા ૩૧% ઉપર છે. આ સૂચવે છે કે આ સારી પરિસ્થિતિઓ ચાલુ રહી શકે છે. આમ છતાં, આરબીઆઈએ કોરોનાની બીજી લહેર કારણે આખા વર્ષના જીડીપી વૃદ્ધિની આગાહી ૧૦.૫%થી ઘટાડીને ૯.૫% કરી દીધી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.