રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૬.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૧૮૮૭.૫૫ સામે ૫૨૩૪૪.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૧૭૪૦.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૮૮.૯૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૦.૦૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૫૭૪.૪૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૬૯૬.૭૦ સામે ૧૫૫૪૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૫૦૯.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૫૦.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૨.૧૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૪૮.૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત ઘટાડા સાથે થઈ હતી. અમેરિકી ડોલર સામે સતત નબળો પડતો રૂપિયો, પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવ સાથે મોંઘવારીમાં સતત વધારો અને આર્થિક મોરચે બેરોજગારીમાં થઈ રહેલા વધારાને લઈ આજે શેરબજારોમાં મોટાપાયે ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવા મળી હતી. ભારતીય શેરબજારોમાં તેજીનું વર્તમાન તોફાન અતિરેક હોવાનો તાજેતરમાં સંકેત આપીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતીય બજારોમાં આગામી દિવસોમાં મોટી અફડાતફડી જોવાશે એવું નિવેદન કર્યું હતું એ મુજબ આજે મોટી અફડાતફડી જોવા મળી હતી.
ભારતીય શેરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલાં તેજીના અતિરેક બાદ આજે જાણે કે ફંડો, ઓપરેટરો પોતાનો તેજીનો વેપાર સંકેલી રહ્યા હોય એમ શેરોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક કડાકો બોલાવી દેવાયો હતો, પરંતુ આરંભમાં અંદાજીત ૪૫૦ પોઈન્ટનો કડાકો બોલાવી દેવાયા બાદ છેલ્લા કલાકોમાં બજારમાં શોર્ટ કવરિંગ સાથે ફંડોએ રિકવરી લાવતાં સંપૂર્ણ ગાબડું પુરાઈ જઈ અંતે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ઓટો અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૫૫ અને વધનારની સંખ્યા ૨૦૫૦ રહી હતી, ૧૫૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૫૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, એક તરફ દેશના મૂડી બજારમાં વધુ પડતા પ્રવાહ અને બીજી બાજુ અર્થતંત્ર પરના દબાણ વચ્ચે વધી રહેલા વિરોધાભાસને જોતા તાણ હેઠળના બેન્કિંગ ક્ષેત્રમાં નાણાંકીય અસ્થિરતાનું જોખમ તોળાઈ રહ્યું છે. રિઝર્વ બેન્ક દ્વારા ઉદાર નીતિ છતાં અર્થતંત્રમાં ધિરાણ ઉપાડ મંદ રહ્યો છે જ્યારે મૂડી બજારો ઊંચે જઈ રહ્યા છે. આમ ધિરાણ ઉપાડ અને મૂડી બજારની ચાલનું ચિત્ર એકદમ જ વિપરીત છે. આને કારણે ધિરાણદારો તથા બોરોઅરો બન્ને જેઓ હાલમાં તાણનો અનુભવ કરી રહ્યા છે તેમાં વધારો થઈ શકે છે, જે નાણાંકીય અસ્થિરતા સર્જી શકે છે.
મોટા અર્થતંત્રોમાં ભારત જંગી બેડ લોન્સની સમશ્યાનો સામનો કરી રહ્યું છે. કોરોનાના કાળમાં મંદીને કારણે ઉદ્યોગોની લોન્સ ભરપાઈ કરવાની ક્ષમતા ધીમી પડતા સરકાર દ્વારા મોરેટોરિઅમ સહિતના પગલાં લેવાની ફરજ પડી હતી. કોરોનાની બીજી લહેરની દેશના અર્થતંત્ર પર રૂપિયા બે લાખ કરોડનો ફટકો પડયો છે તેના જોતાં બેન્કિંગ ક્ષેત્ર પર અસર પડ્યા વગર નહીં રહે જેથી સાવચેતી જરૂરી રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.