રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૫.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૬૩૭.૫૩ સામે ૫૦૮૯૯.૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૬૨૦.૪૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૫૨.૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૭૯.૯૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૧૭.૫૨ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૧૮.૦૦ સામે ૧૫૩૦૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૧૯૭.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૬.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૩૦૨.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. કોરોના સક્રમણની બીજી લહેર ઘાતક નીવડયા બાદ હવે ત્રીજી લહેરની ચિંતા બતાવાઈ રહી હોવાથી લોકડાઉનને લંબાવવામાં આવી રહ્યું હોઈ આર્થિક મોરચે દેશ માટે અનેક પડકારો સામે આવવાની પૂરી શકયતા અને બેરોજગારીનું પ્રમાણ ચિંતાજનક વધી રહ્યાના નેગેટીવ પરિબળોને લઈ કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત ક્ષેત્રો માટે ફરી સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવાની તૈયારીમાં હોવાના વડાપ્રધાનના સંકેત આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ તેજી કરી હતી.
ડેરિવેટીવ્ઝમાં આવતીકાલે ગુરૂવારે મે વલણનો અંત હોવા સાથે આગામી દિવસોમાં પીએસયુ કંપનીઓમાં મોટાપાયે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એવા સંકેત અને કોર્પોરેટ પરિણામોના અંતિમ દોરમાં ઘણી કંપનીઓના પરિણામો પ્રોત્સાહક આવતાં શેરોમાં ફંડોની પસંદગીની તેજી રહી હતી. અલબત આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની મોટી ખરીદી સાથે રિયલ્ટી શેરોમાં ફંડોની પસંદગીની લેવાલીએ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૪% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેઝિક મટિરિયલ્સ, યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૮૫ અને વધનારની સંખ્યા ૧૯૫૦ રહી હતી, ૧૪૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૯૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોનાની બીજી લહેરની ભારતીય અર્થતંત્ર પર અપેક્ષા કરતા વધુ અસર જોવા મળી રહી છે. દેશના અર્થતંત્રને ૭૪ અબજ ડોલરનું નુકસાન જવાનો અંદાજ છે. ત્રીજી લહેરના કિસ્સામાં અંદાજમાં વધુ ઘટાડો જોવા મળશે. વર્તમાન નાણાં વર્ષના ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં બ્રોકરેજ પેઢી બાર્કલેસે દ્વારા ૦.૮૦%નો કાપ મૂકીને હવે તે ૯.૨૦% મૂકયો છે.કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનેશનની ધીમી ગતિ અને વિવિધ રાજ્યો દ્વારા લાગુ થઈ રહેલા તબક્કાવાર લોકડાઉન્સને ધ્યાનમાં રાખી પોતાની આ ધારણાં આવી પડી હોવાનું બાર્કલેસ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.
બીજી લહેરની આર્થિક અસર ઝડપથી વધી રહી છે. ભારતમાં આર્થિક પ્રવૃત્તિ જે નોંધપાત્ર સ્થિર જોવા મળી રહી હતી તેમાં મેમાં જોરદાર ઘટી હોવાનું હાઈ ફ્રિકવન્સી ડેટા પરથી સંકેત મળી રહ્યા છે. નિયમનકારી પગલાં જુનના અંત સુધી ચાલુ રહેવાની અમારી ધારણાં છે આમ છતાં ભારતની ઈકોનોમીને ૭૪ અબજ ડોલરનો ફટકો પડવાની ધારણાં છે. પૂરવઠા ખેંચને કારણે ભારતમાં વેક્સિનેશન કાર્યક્રમ ધીમી ગતિએ ચાલી રહ્યો છે, પરંતુ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સ્થિતિમાં સુધાર જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.