રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૪.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૭૮૭૮.૪૫ સામે ૪૮૧૯૭.૩૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૧૫૨.૨૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૧૫.૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૦૮.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૪૮૩૮૬.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૩૩૮.૬૦ સામે ૧૪૪૪૨.૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૪૨૩.૪૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૯.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૪૮૭.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતમાં કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક નીવડી રહી હોઈ અને દેશમાં એક દિવસમાં સંક્રમિતોની સંખ્યા રેકોર્ડ ૩.૫ લાખ જેટલી પહોંચી જતાં અને દેશની હેલ્થ સિસ્ટમ પડી ભાંગી ઓક્સિજન, દવાઓ, હોસ્પિટલોમાં જગ્યાની અછતને લઈ લોકો નિ:સહાય બની જતાં આગામી દિવસોમાં દેશની અર્થતંત્ર પર માઠી અસરના સ્પષ્ટ અંદાજ છતાં ફંડોએ તેજીના સેન્ટીમેન્ટને અકબંધ રાખવા આજે મહારથીઓના સથવારે બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ અને રિયલ્ટી શેરોની આગેવાનીમાં ભારતીય શેરબજારમાં તેજી કરી હતી. ઉપરાંત આર્થિક મોરચે આગામી સમય પડકારરૂપ આવી રહ્યો હોવા છતાં પશ્ચિમ બંગાળ સહિતા રાજયોમાં હાલ ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓને લઈ બજારના સેન્ટીમેન્ટને મજબૂત જાળવી રાખવાના સતત પ્રયાસો થતાં જોવાયા હતા.
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨માં દેશની આર્થિક વૃદ્વિ-જીડીપીને આ કોરોના વિસ્ફોટને લઈને વિવિધ રાજયોમાં થઈ રહેલા લોકડાઉનની માઠી અસર પડવાના અંદાજો છતાં આજે ફંડોએ ઘટાડે બજારને યુ-ટર્ન આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં ઓક્સિજનની અછતને દૂર કરવા તાકીદે પગલાં લેતાં અને વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવાના થઈ રહેલા પ્રયાસ સાથે હવે ફાઈઝર પણ પોતાની વેક્સિન ભારતને વિના નફાએ પૂરી પાડવા તૈયાર હોવાના અહેવાલની પોઝિટીવ અસરે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૦૭ અને વધનારની સંખ્યા ૧૮૮૦ રહી હતી, ૨૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વભરમાં વેક્સિનેશન કામગીરી ઝડપથી આગળ વધી રહી હોવા છતાં સંખ્યાબંધ દેશોમાં સંક્રમણમાં મોટાપાયે વધારો થયો છે.વિશ્વભરમાં કોરોના મહામારીની બીજી લહેર ઝડપથી પ્રસરતા વૈશ્વિક અર્થતંત્રની વૃધ્ધિને ફટકો પડવાની સાથે અમીર અને ગરીબ દેશો વચ્ચેની અસમાનતામાં વધારો થવા પામ્યો છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળતાના કારણે વિવિધ દેશોમાં લોકોની આવક પર પ્રતિકૂળ અસર થવાની સાથે ખરીદશક્તિમાં ઘટાડો જોવાયો છે. જે વૈશ્વિક અર્થતંત્રની ગતિવિધી રૂંધી રહ્યો છે. જેના પગલે વૈશ્વિક અર્થતંત્રને નવેસરથી ફટકો પડયો છે.
વૈશ્વિક સ્તરે જો સંક્રમણમાં ઘટાડો નહીં થાય અને માંગમાં વધારો નહીં થાય તો ૨૦૨૫ સુધીમાં વૈશ્વિક અર્થતંત્રને ૯ ટ્રીલીયન ડોલરનો ફટકો પડશે. મહામારી અગાઉ વૈશ્વિક વૃધ્ધિમાં ઉભરતા અને વિકસતા અર્થતંત્રનો હિસ્સો બે તૃતીયાંશ જેટલો હતો. પરંતુ સંક્રમણની બીજી લહેર બાદ વિવિધ દેશોમાં કેસમાં વધારાના કારણે તેમાં ઘટાડો થયો છે. વિશ્વમાં છઠ્ઠા ક્રમાંકના અર્થતંત્ર એવા ભારતમાં પણ દૈનિક ત્રણ લાખ કેસ નોંધાઈ રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આમ, હાલ જે રીતે કેસોમાં વધારો થઇ રહ્યો છે તે જોતા એમ કહી શકાય કે નજીકના દિવસોમાં આ સ્થિતિમાં સુધારો થવાની સંભાવના ખૂબ ઓછી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.