રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૪.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૨૦૧.૩૯ સામે ૪૯૨૭૭.૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૦૯૩.૯૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૦૬.૨૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૦.૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૬૬૧.૭૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૫૧.૪૫ સામે ૧૪૭૫૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૦૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૯.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૮૮૦.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત તેજીએ થઈ હતી. કોરોના સંક્રમણમાં ફરી વધારાને લઈ આર્થિક મોરચે આવનારા દિવસો પડકારરૂપ બની રહેવાની અને આર્થિક વૃદ્વિને નેગેટીવ અસર થવાનો ભય ઝળુંબી રહ્યો છે, ત્યારે પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના અંતિમ મહિનામાં આર્થિક ગતિવિધિઓ વધતાં માર્ચ ૨૦૨૧માં સરકારની જીએસટી આવક એકત્રિકરણ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી જતાં અને નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન ૧૦.૫% પર યથાવત રાખતા ભારતીય શેરબજારમાં પોઝિટિવ સેન્ટીમેન્ટ જોવા મળ્યું હતું.
દેશભરમાં વધી રહેલા કોરોના સંક્રમણના પરિણામે પરિસ્થિતિ મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં પણ ચિંતાજનક બનવા લાગતાં ગુજરાત સરકારની તાકીદની મીટિંગમાં નાઈટ કર્ફયુ સહિતના આકરા પગલાં બાદ હવે એક પછી એક પ્રમુખ રાજયોમાં લેવાની ફરજ પડવા લાગતાં અને દિલ્હીમાં પણ નાઈટ કર્ફયુ લાદવામાં આવતાં આ પરિસ્થિતિ અર્થતંત્ર માટે મોટી સમસ્યા બની જવાના એંધાણ વચ્ચે સાવચેતી સાથે ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી રહી છે. ઉપરાંત રાજ્યમાં બીજા તબક્કાના લોકડાઉનના ભણકારા વચ્ચે ઉત્પાદન ક્ષેત્રની વિવિધ કંપનીઓએ ચિંતા વ્યકત કરી છે અને સંપૂર્ણ લોકડાઉનને બદલે ઔદ્યોગિક કામદારોને તાત્કાલિક વેક્સિન પૂરી પાડવાની માગણી કરવામાં આવી રહી છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૧૧ અને વધનારની સંખ્યા ૧૮૩૭ રહી હતી, ૧૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ૫ એપ્રિલથી ચાલુ થયેલી ૩ દિવસીય બેઠક બાદ આજે વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યા વગર રેપો રેટને ૪% અને રિવર્સ રેપો રેટ ૩.૩૫% યથાવત રાખ્યા હતા. વર્ષ ૨૦૨૦ના ફેબ્રુઆરીથી અત્યારસુધીમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં અંદાજીત ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેમ છતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. જો કે, જે રીતે હાલ કેસ વધ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે, પરંતુ ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે.
તાજેતરના દિવસોમાં ક્રુડ ઓઈલ સહિત વિવિધ કોમોડિટીઝના ભાવમાં જોરદાર વધારો થયો છે. જેને કારણે ફુગાવાજન્ય દબાણ વધતાં સાથે કોરોનાના કેસમાં ફરી થઈ રહેલા વધારા તથા તેને કારણે કેટલાક રાજ્યોમાં લાગુ કરાયેલા મિનિ લોકડાઉનને પગલે અનિશ્ચિતતા ઊભી થવા ઉપરાંત અર્થતંત્રમાં રિકવરીની ગતિ ધીમી છતા રિઝર્વ બેન્ક દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે જીડીપી ગ્રોથનું અનુમાન ૧૦.૫% જાળવી રાખ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.