રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૪.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૧૫૯.૩૨ સામે ૪૯૪૪૧.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૮૯૩૬.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૪૫.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૨.૦૭ પોઈન્ટના ઉછાળા સાથે ૪૯૨૦૧.૩૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૯૮.૪૫ સામે ૧૪૭૫૦.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૧૬.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૩૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૫.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૬૩.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત તેજી સાથે થઈ હતી. કોરોના સંક્રમણમાં ફરી વધારાને લઈ આર્થિક મોરચે આવનારા દિવસો પડકારરૂપ બની રહેવાની અને આર્થિક વૃદ્વિને નેગેટીવ અસર થવાનો ભય ઝળુંબી રહ્યો છે કોરોના સંક્રમણના નવા તબક્કામાં રસી કારગત નીવડશે કે કેમ તે પણ એક યક્ષ પ્રશ્ન છે. આમ, રસીના મુદ્દે આગામી સમયમાં થનાર ગતિવિધીની પણ ઇક્વિટી બજાર પર અસર જોવા મળશે તેવુ જણાય છે.
કોરોના વાયરસના કેસમાં ભારે વધારાના પગલે વ્યાપાર પ્રવૃત્તિની ગતિને અવરોધાઈ છે. પરંતુ આનાથી વધારે નુકસાન થવાની સંભાવના નથી કારણ કે રસીકરણની પ્રક્રિયામાં વધારો કરીને વાયરસનો ફેલાવો અટકાવવાના પ્રયાસ જારી છે. જે જોતા નાણાંકીય વર્ષ ૨૦૨૨માં કોર્પોરેટ કમાણીમાં જોવા મળશે આર્થિક મોરચે વિકટ બની રહેલી પરિસ્થિતિ અને દેશના અર્થતંત્ર પર માઠી અસરના એંધાણ વચ્ચે આજે નીચા મથાળેથી નવી ખરીદી નોંધાતા ભારતીય શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. આગામી દિવસોમાં વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાથી કોરોનાના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એનર્જી, યુટીલીટી, બેન્કેકસ, કન્ઝ્યુમર ડયુરેબલસ, ઓઈલ & ગેસ વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૧૭ અને વધનારની સંખ્યા ૧૬૬૪ રહી હતી, ૧૯૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં મોટા પાયે ખરીદીના આંકડા હવે અદ્રશ્ય થવા સાથે છેલ્લા બે સપ્તાહમાં ફંડો-દિગ્ગજો દ્વારા બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે. છેલ્લા બે સપ્તાહથી શેરોમાં વિક્રમી તેજીને વિરામ આપીને ફંડોએ તેજીનો વેપાર હળવો કરવા લાગ્યા છે જેને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં ફોરેન ફંડોની વેચવાલી વધવાના સંજોગોમાં બે તરફી અફડા તફડી વધવાની પૂરી શક્યતા રહેશે ઉપરાંત લોંગ ટર્મ બોન્ડ યીલ્ડ્સના ટ્રેન્ડ્સ, ક્રૂડ ઓઈલના ભાવો પર નજર રહેશે.
ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે. આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.