(જી.એન.એસ) તા.૧૮
નવસારી,
ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારીના પનાર ગામ પાસેથી ખેડૂતનું તેની જ કારમાંથી અપહરણ કરી 4 ઈસમોએ બંધક બનાવ્યો હતો. અપહરણકારોએ ખેડૂતના ઘરે ફોન કરાવી રૂપિયા મંગાવી રફુચક્કર થઈ ગયા હતા. ખેડૂતના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી છે. નવસારી જીલ્લાના પનાર ગામે 4 ઈસમોએ બંદૂક અને છરીની અણીએ ખેડૂતને તેની જ કારમાંથી અપહરણ કરાતા ચકચાર મચી ગઈ હતી. વધુમાં, અપહરણકર્તાઓએ રોકડ, દાગીના સહિત 8.45 લાખની માલમત્તા લઈને ફરાર થઈ ગયા હતા. બાદમાં ખેડૂતે પોલીસ મથકમાં 4 અપહરણકારો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. નવસારી પોલીસ સહિત LCBની ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ખુલાસા થયા છે કે જમીન દલાલી બાબતે ખેડૂતનું અપહરણ કરવામાં આવ્યું હતું.

