(જી.એન.એન) તા.૧૨
અમદાવાદ,
દાણીલીમડાના ફૈઝલનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું અમદાવાદના રામોલ વિસ્તારમાં CTMક્રોસ રોડ પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ના અધિકારીઓએ એક શખ્સ શસ્ત્રો સાથે આવવાનો છે તેવી માહિતી પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે સીટીએમ ક્રોસ રોડ ઓવરબ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં આરોપી શસ્ત્રો સાથે ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી પોલીસે રૂ.15,000 ની કિંમતની રિવોલ્વર, રૂ.10,000 ની કિંમતની પિસ્ટલ , બે કાર્ટીજીસ અને રોકડા રૂ.400 મળીને કુલ રૂ. 25,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આરોપીનું નામ સાજીદ એહેમદભાઈ શેખ અને તે દાણીલીમડાના ફૈઝલનગરનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું. મુળ આરોપી રાજસ્થાનનો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીએ આશસ્ત્રો ક્યાંથી મેળવ્યા તે અંગે રામોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

