રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૩.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૪૪૪.૬૫ સામે ૫૦૮૧૨.૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૫૩૯.૯૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૬.૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૯૮.૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૮૪૬.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૯૮.૮૫ સામે ૧૫૦૪૭.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૯૯૨.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૪૨.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૦.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૧૦૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં વધુ એક વખત ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગત સપ્તાહના અંતે પણ યુએસ અને સીરિયા વચ્ચે ભૂરાજકીય સ્થિતિ તંગ થતા વૈશ્વિક બજારોમાં ફફડાટ ફેલાયો હતો, ઉપરાંત વૈશ્વિક બોન્ડ માર્કેટ પણ બજારમાં ઘટાડા માટેનું જવાબદાર પરિબળ રહ્યું હતું. વૈશ્વિક બજારોમાં વેચવાલીને અને સતત ત્રણ દિવસથી અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત વિક્રમી તેજી કરનારા અને તેજીનો અતિરેક કરી મૂકનારા ફંડો, મહારથીઓએ આર્થિક મોરચે પીછેહઠ અને ફરી લોકડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના અને મોદી સરકાર મોટા પડકારો આવી પડવાના એંધાણે આજે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે વૈશ્વિક બજારોમાં નરમાઈ અને સ્થાનિક સ્તરે દેશમાં કોરોના સંક્રમણમાં ફરી ચિંતાજનક વધારાના આવી રહેલા આંકડાએ ફરી આગામી દિવસોમાં ફરી મોટાપાયે લોકાડાઉનની પરિસ્થિતિ સર્જાવાના ભય અને આ સાથે અગામી દિવસોમાં અર્થતંત્ર વધુ ડામાડોળ થવાના સંકેતે ભારતીય શેરબજારોમાં આજે સાવચેતીમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક તરફ કૃષિ બિલના મામલે ખેડૂતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે એવામાં દેશના અનેક રાજયોમાં પરિસ્થિતિ વિકટ થઈ રહી હોઈ સંકટના એંધાણ વચ્ચે ઊંચા વેલ્યૂએશન્સે આજે ફંડોએ ઓફલોડિંગ કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, ફાઈનાન્સ, એનર્જી અને મેટલ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ સામાન્ય વધઘટ સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૮૨ અને વધનારની સંખ્યા ૧૫૯૫ રહી હતી, ૧૯૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણ ફરી ભારતના વિવિધ રાજયો મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, છત્તિસગઢ સહિતમાં ચિંતાજનક ફેલાવા લાગતાં ભારતીય અર્થતંત્રની પટરી પર આવી રહેલી ગાડી ફરી ઊતરી જવાના ફફડાટ અને વૈશ્વિક મોરચે ગત સપ્તાહના અંતે અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં એકાએક ઝડપી વધારો થતાં અમેરિકા પાછળ વૈશ્વિક બજારોમાં ઘટાડાની સાથે ભારતીય શેરબજારમાં પણ કડાકો બોલાઈ ગયો હતો. ચાલુ સપ્તાહે પણ ફંડો-દિગ્ગજોએ બજારમાં ભારે બે તરફી અફડા તફડી ચાલુ રાખીને જે રીતે છેતરામણી ચાલ જોવા મળી રહી છે, એને જોતાં આગામી દિવસોમાં સાવચેતી અત્યંત જરૂરી બની રહેશે.
કોરોનાના વધતાં સંક્રમણ અને ફરી ભારતમાં વધુ રાજયો-શહેરોમાં લોકડાઉન લાગુ થવાની ચિંતાએ અર્થતંત્ર પર મોટો ફટકો પડવાની શકયતા પર ભારતીય શેરબજારની નજર રહેશે. વૈશ્વિક સ્તરે ચાઈના, અમેરિકા, યુરોપના મેન્યુફેકચરીંગ પીએમઆઈના જાહેર થનારા આંક પર નજર રહેશે. જ્યારે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ અને રૂપિયા સામે અમેરિકી ડોલરના મૂલ્યમાં વધઘટ પર પણ નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.