રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૩.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૮૪૯.૮૪ સામે ૫૦૨૫૮.૦૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૮૦૭.૧૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૩૨.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૭.૦૫ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૨૯૬.૮૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૭૯૭.૭૫ સામે ૧૪૮૪૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૭૭૬.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૩.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૫.૨૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૮૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં બોન્ડ યીલ્ડ આગળ વધતા અટકતાં વૈશ્વિક શેરબજારમાં ફરીથી સુધારો નોંધાતા ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે સુધારો જોવાયો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, એફઆઈઆઈની ગત સપ્તાહમાં જંગી બ્લોક ડિલ્સ વચ્ચે એનએસઈમાં ટેકનીકલ ખામીને લઈ થયેલા ફેબ્રુઆરી વલણના અંતમાં કડાકા બાદ નવા સપ્તાહે ફંડોની શેરોમાં ફરી નવી લેવાલી નોંધાતા સતત બીજા દિવસે તેજી તરફી ચાલ આગળ વધી હતી. સરકાર દ્વારા આર્થિક ગતિવિધીને સુધારવા માટે એક પછી એક પગલાં લેવામાં આવતા અને ગત સપ્તાહના અંતે ત્રીજા ત્રિમાસિકના જીડીપીના આંકડામાં સુધારો નોંધાતા ભારતીય શેરબજાર પર પોઝીટીવ અસર જોવા મળી હતી.
સરકાર દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના મહામારીના અંત માટે બીજા તબક્કાનું વેક્સિનેશન કરતાં તેની અસર જોવા મળી હતી. કોરોના વેક્સિનેશનના નવા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ અને અગ્રણી નેતાઓ દ્વારા વેક્સિન લેવામાં આવતાં આગામી દિવસોમાં આ વેક્સિનેશન પ્રોગ્રામ વેગ પકડવાની અને અને કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાશે એવી અપેક્ષાએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સીડીજીએસ, ઇન્ડસ્ટ્રીયલ, આઇટી, ટેલિકોમ, ઓટો અને ટેક શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૫૬ અને વધનારની સંખ્યા ૧૮૫૨ રહી હતી, ૧૬૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૮૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારી અને લોકડાઉન જેવી નકારાત્મક પરિસ્થિતિઓથી પ્રભાવિત દેશના અર્થતંત્ર માટે સકારાત્મક સંકેતો જોવા મળી રહ્યા છે. ચાલુ નાણાંકીય વર્ષના ડિસેમ્બર માસના ત્રીજા ત્રિમાસિક માટેના જીડીપી આંકડાઓ મુજબ દેશના અર્થતંત્રમાં ૦.૪%નો વિકાસ નોંધાયો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા બે ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ રેટ નકારાત્મક રહ્યો હતો. ઉપરાંત ફેબ્રુઆરી માસ દરમિયાન ભારતીય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની કામગીરીમાં આંશિક ઘટાડો નોંધાયો હોવા છતાં નવા ઓર્ડર્સમાં થયેલા વધારાને પગલે કંપનીઓએ ઉત્પાદન અને ખરીદીમાં વધારો કર્યો હોવાથી તેઓ આગામી સમયમાં કામગીરીમાં વૃદ્ધિ માટે આશવાદી વલણ જોવા મળે છે. મારા મતે જેમ જેમ વેક્સિનેશન પ્રોગ્રામ વ્યાપક બનશે તેમ તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોરોનાના રસીકરણ અભિયાન હેઠળ મોટાભાગની વસતિને આવરી લેવાયા બાદ વર્તમાન નિયંત્રણો હળવા બનશે અને તેને પરિણામે આર્થિક ગતિવિધિઓને નોંધપાત્ર વેગ મળશે, જેનાથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ જોવાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.