(જી.એન.એસ) તા.૯
અમદાવાદ,
પોલીસે આરોપીઓ પાસેથી 35 હજાર રૂપિયાની કિંમતની પ્રકિબંધિત દોરી કબજે કરી અમદાવાદ શહેરમાં ચાઈનીઝ દોરીના વેચાણ તેમજ ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ છે. છત્તા કેટલાક શખ્સો ચોરીછુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે. જેમાં ઝોન-5ના ડીસીપીના માર્ગદર્શન હેઠળ રામોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લીધા હતા. પોલીસે રામોલ CTM બરોડા એક્સપ્રેસ હાઈવે પરના નાકા પાસેથી બે શખ્સોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 35,600 ની કિંમતના ચાઈનીઝ દોરીના 178 ટેલર કબજે કર્યા હતા. ધરપકડ કરેલા આરોપીઓના નામ ઈસનપુરમાં રહેતા સાહિલ અલીમભાઈ સીરોહી અને અલ્તાફ ઈદ્રીસભાઈ સીરોહી હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓેએ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી મેળવ્યો તે અંગે રામોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

