રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૫.૦૨.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૦૭૮૧.૬૯ સામે ૫૧૨૦૭.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૦૯૯૧.૭૬ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૯૪.૩૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૫૭.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧૦૩૯.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૯૩.૭૫ સામે ૧૫૦૭૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૦૫૦.૩૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૦.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૫.૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૦૯૯.૩૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. કોરોનાના વધતા કેસોમાં સામાન્ય ઘટાડો થતાં ભારતીય શેરબજારમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ફેબ્રુઆરી વલણના અંત પૂર્વે સપ્તાહની શરૂઆતમાં તેજીનો વેપાર હળવો સાથે નોંધપાત્ર ઘટાડા બાદ નવી લેવાલી નોંધાતા ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈની નજીક જોવા મળ્યું હતું. શેરબજારના ઈતિહાસમાં અને ડેરિવેટીવ્ઝમાં વોલ્યુમની રીતે વિશ્વના સૌથી મોટા એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ગઇકાલે ટેકનીકલ ખામીના કારણે સૌથી લાંબો સમય એટલે કે ચાર કલાક જેટલો સમય ટ્રેડીંગ બંધ રાખવાની ફરજ પડી હતી. આ ટ્રેડીંગ દિવસમાં ઐતિહાસિક અફડા તફડી જોવા મળી હતી. છેલ્લા દોઢ કલાકના લંબાવાયેલા સમયમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આક્રમક ખરીદીના પગલે તોફાની તેજી જોવા મળી હતી.
અર્થતંત્રની દિશા હજુ પણ કોરાના વાયરસની સ્થિતિ પર જ આધાર રાખી રહી છે. ભારતીય અર્થતંત્રને ફરી આર્થિક વિકાસની પટરી પર લાવવા મોદી સરકાર દ્વારા થઈ રહેલા સરાહનીય પ્રયાસોથી આગામી દિવસોમાં ભારતમાં વૃદ્ધિની મોટી તકો જોઈ રહેલા ફોરેન ફંડો – ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં અવિરત મોટાપાયે ખરીદદાર બન્યા છે, પરંતુ આર્થિક મોરચે હજુ અનેક પડકારો હોવાથી અને કોરોના સંક્રમણના નવા વેવમાં પરિસ્થિતિ કથળવાના સંજોગોમાં પ્રોફિટ બુકિંગની સંભાવના પણ જોવાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં એફપીઆઈ કેવો અભિગમ અપનાવે છે તે પણ જોવાનું રસપ્રદ બની રહેશે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી અને કેપિટલ ગુડ્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૭૧ અને વધનારની સંખ્યા ૧૭૮૨ રહી હતી, ૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે નવા કોરોના વાઇરસને કારણે લોકડાઉન વધી રહ્યા છે જે હવે સ્થાનિક સ્તરે પહોંચ્યું છે. ભારતમાં ફરી કોરોનાના નવા સ્વરૂપના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ચિંતા વધારી છે તો ફરી ઘણા રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસથી લોકડાઉનની ભીતિ ઊભી થતાં અને આગામી દિવસોમાં મહારાષ્ટ્ર જેવા ઓધૌગિક રાજ્યમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ નિર્માણ થશે તો આર્થિક ગ્રોથને અસર થઈ શકે છે અને વધુ રાહતના પગલાં લેવા માટે સરકાર પર નવો બોજો વધારી શકે છે અને આર્થિક રિકવરી પર સ્વાભાવિક દબાણ જોવાશે. ભારતીય શેરબજાર હાલ ઉંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. વિશ્વ સહિત ભારતમાં કોરોનાના કેસમાં વધારો અને ફરી લૉકડાઉનના કિસ્સામાં વધારો થશે તો તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે તેવી શક્યતા જોવાઈ રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.