રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૦૨.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૭૭૪.૩૨ સામે ૪૯૯૯૪.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૬૫૯.૮૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૭.૪૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭.૦૯ પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે ૪૯૭૫૧.૪૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૭૨.૬૫ સામે ૧૪૭૫૫.૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૬૬૨.૫૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૮.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૦.૩૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૭૨૩.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજારમાં સપ્તાહના બીજા દિવસે ટ્રેડિંગની શરૂઆત ગઇકાલના નોંધપાત્ર ઘટાડા બાદ તેજી સાથે થઈ હતી. લાંબા સમયથી અવિરત વિક્રમી તેજી કરનારા ફોરેન ફંડોએ ભારતમાં ફરી કોરોના સંક્રમણ ચિંતાજનક વધી રહ્યાના આવી રહેલા આંકડાએ ઓલ રાઉન્ડ તેજીનો વેપાર હળવો કરવા લાગતા ગઇકાલે ભારે વેચવાલી મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી અનેક નેગેટીવ પરિબળોને અવગણીને શેરોમાં અવિરત વિક્રમી તેજી બાદ મહારાષ્ટ્ર, કેરળ, છતિસગઢ, પંજાબ સહિતના રાજયોમાં કેસો વધવા લાગતાં અને કોરોનાના કેસોમાં વધારો થવાની બતાવાતી શકયતા વચ્ચે ફરી દેશમાં અનેક રાજયોમાં લોકડાઉનની ફરજ પડવાના સંકેતોએ આર્થિક ગતિવિધીને મોટો ફટકો પડવાના એંધાણ વચ્ચે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ભારે બે તરફી અફડાતફડી બાદ સામાન્ય ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
આગામી દિવસોમાં એફ એન્ડ ઓમાં ફેબ્રુઆરી વલણના અંત અને ફરી લોકડાઉનની પરિસ્થિતિના સંજોગોમાં આર્થિક મોરચે પીછેહઠ અને દેશમાં બેરોજગારીમાં ચિંતાજનક વધારો થવાના અહેવાલે સરકાર માટે મોટા પડકારો આવી પડવાના એંધાણે સપ્તાહના પ્રાંરભમાં જ લોકડાઉનની સંભાવનાઓ વધતા ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. ભારતમાં પણ કોરોનાનો વધુ એક વાઇરસ દેખાતા તેની નકારાત્મક અસર સેન્ટીમેન્ટ પર પડી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૯૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફાઈનાન્સ, ટેલિકોમ અને બેન્કેક્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૮૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૩૨ અને વધનારની સંખ્યા ૧૬૯૦ રહી હતી, ૧૫૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૧૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થયાં બાદ આઉટલૂકમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે અને અર્થતંત્રના સાતત્યપૂર્ણ વિકાસ અને કોવિડ પૂર્વેની સક્ષમ આર્થિક સ્થિતિ પુનઃ હાંસલ કરવા માટે વૃદ્ધિની ગતિને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા વૃદ્ધિને ઉત્તેજન આપવા આગામી દિવસોમાં જંગી રોકાણ કરવામાં આવશે. આ ઉપરાંત બજેટની જાહેરાતોના કારણે ગ્રામીણ બજારોમાં હકારાત્મક સેન્ટીમેન્ટને છે જે માંગમાં તેજી જાળવશે. કંપનીઓના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો દર્શાવે છે કે રિકવરી આગળ વધી રહી છે. ઘણી કંપનીઓએ અર્નિંગની અપેક્ષાઓ કરતા ચઢિયાતો દેખાવ કર્યો છે જે દર્શાવે છે કે સ્થાનિક માંગમાં રિકવરી ધારણા કરતા વધારે સારી રહી છે.
સરકાર દ્વારા કેન્દ્રિય બજેટમાં જાહેરાતો કરી તેના કારણે આશાવાદ સર્જાયો છે. જેમાં હવે આગામી દિવસોમાં ફયુચર્સ એન્ડ ઓપ્શન્સમાં ફેબ્રુઆરી વલણનો અંત આવી રહ્યો હોઈ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ મોટી અફડાતફડી જોવા મળી શકે છે. ઉપરાંત ભારતના જીડીપી વૃદ્વિના ચોથા ત્રિમાસિક માટેના જાહેર થનારા આંક અને ભારતના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉત્પાદનના જાન્યુઆરી મહિના માટેના જાહેર થનારા આંક પર નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.