(જી.એન.એસ) તા.૬
અમદાવાદ,
પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તેની તપાસ હાથ ધરી છે. ઈસનપુર પોલીસને માહિતી મલી હતી કે મોહંમદ હનીફ ઉર્ફે મામુ મોહમ્મદ સિદ્દીક સૈયદ નામનો શખ્સ તેના ઘરમાં એમડી ડ્ગર્સનો જથ્થો રાકીને તેનું વેચાણ કરે છે. જેને આધારે પોલીસે મોહંમદ હનીફના ઈસનપુરના ફિરદોસ કંપાઉન્ડમાં આવેલી પાનવાલી ચાલીના મકાન પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે તપાસ કરતા અહીંથી ગેરકાયદે નશીલા પદાર્થ મેફેડ્રોનનો 8 ગ્રામ 320 મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.83,200 ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ ફોન, રૂ.58,380 રોકડા, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરે મળીને કુલ રૂ. 1,52,380 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને તેણે આ જથ્થો ક્યાંથી મેળવ્યો તેની તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.