રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૧.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૬૮૭૪.૩૬ સામે ૪૭૪૨૩.૪૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૬૧૬૦.૪૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૬૩.૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૮.૫૯ પોઈન્ટના ઘટાડા સાથે ૪૬૨૮૫.૭૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૮૪૪.૪૦ સામે ૧૩૯૨૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૩૬૬૬.૬૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૧૭.૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૩૭૧૭.૨૫ પોઈન્ટ બંધ થયેલ..!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોર્પોરેટ ઈન્ડિયાની ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં એકંદર અપેક્ષાથી સારા પરિણામો સાથે કેન્દ્રિય બજેટની અંતિમ પળોમાં ઉદ્યોગોની અપેક્ષાઓ અને નાણા પ્રધાનના આ વખતે ઐતિહાસિક બજેટ રજૂ કરવાના આગોતરા સંકેતે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક લાંબી તેજી જોવાયા બાદ આજે વૈશ્વિક બજારોમાં નેગેટિવ સેન્ટિમેન્ટ અને સ્થાનિક સ્તરે બજેટ પહેલા અને આર્થિક સર્વેક્ષણ બાદ એફઆઈઆઈ દ્વારા વેચવાલી નોંધાતા સતત છઠ્ઠા દિવસે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. આગામી બજેટમાં ટેક્સ વધવાની સંભાવનાના ગભરાટને કારણે આજે પણ નફારૂપી વેચવાલી નોંધાઈ હતી.
કોરોના મહામારી સાથે વિશ્વભરમાં વેક્સિનના ડેવલપમેન્ટમાં પ્રગતિ બાદ હવે કોરોનાના અંતના આરંભરૂપી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થઈ જતાં અને વિશ્વનું અર્થતંત્ર ફરી પુન: પટરી પર આવી જવાના આશાવાદ વચ્ચે વિક્રમી તેજીને બ્રેક વાગીને ભારતીય શેરબજારમાં આજે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં તાજેતરમાં કોરોનાના કેસમાં થયેલા વધારા, હોસ્પિટલાઈઝેશન તથા મૃત્યુના આંકને કારણે વૈશ્વિક અર્થતંત્ર ફરી મુશ્કેલીમાં મૂકાયું છે અને આર્થિક પ્રવૃત્તિ તથા રોજગાર નિર્માણ પર ગંભીર અસર પડી છે. અર્થતંત્રની દિશા હજુ પણ કોરાના વાયરસની સ્થિતિ પર જ આધાર રાખી રહી છે. કોરોનાના વધી રહેલા કેસ ઉપરાંત અર્થતંત્રમાં મંદીને ધ્યાનમાં રાખી અમેરિકન ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દર શૂન્યની રેકોર્ડ નીચી સપાટીએ જાળવી રાખ્યા છે.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફાઈનાન્સ, બેન્કેક્સ અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૭ અને વધનારની સંખ્યા ૧૩૨૭ રહી હતી, ૧૪૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૬૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૭૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, નાણા મંત્રી નિર્મલા સિતારમ દ્વારા આજે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના વર્ષ માટે દેશના ઈકોનોમિક સર્વેને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે, વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો જીડીપી માઈનસ ૭.૭%ના ઘટાડાનુ અનુમાન કરવામાં આવ્યુ છે. આગામી નાણાકીયવર્ષમાં દેશની ઈકોનોમીમાં સુધારો થશે અને ૧૧%નો ગ્રોથ જોવા મળી શકે છે. કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના પગલે દેશની ઈકોનોમીમાં સુસ્તી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગની રેટિંગ એજન્સીઓ પણ જાહેરાત કરી ચુકી છે કે, વર્તમાન વર્ષમાં દેશની જીડીપીમાં ૧૦% સુધીનો ઘટાડો થઈ શકે છે. વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપીમાં ૨૪% ટકાનો ઘટાડો નોંધાયો હતો.
કોરોનાને કારણે સરકારી તિજોરી પર આવી પડેલી તૂટને ધ્યાનમાં રાખી આગામી નાણાં વર્ષમાં સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં આક્રમક રીતે આગળ વધશે તેવી ધારણાં રખાઈ રહી છે. વર્તમાન નાણાં વર્ષમાં સરકારી ઉપક્રમોમાં ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત રૂપિયા ૨.૧૦ લાખ કરોડ ઊભા કરવા સરકાર દરખાસ્ત ધરાવતી હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર રૂપિયા પંદર હજાર કરોડ જ ઊભા કરી શક્યા છે. સરકાર દ્વારા એલઆઈસીમાં ૧૪થી ૧૫% હિસ્સાનું વેચાણ કરવાની વિચારણા ચાલી રહી છે. લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં પોતાના હિસ્સાના વેચાણની યોજનાના કાર્યક્રમની બજેટમાં જાહેરાત થવા વકી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.