Home ગુજરાત ગાંધીનગર PMJAY-મા હેઠળ એમપેન્લ્ડ હોસ્પિટલની ગેરરીતિ કોઇપણ ભોંગે સાંખી નહીં લઇને ખોટું કરતા...

PMJAY-મા હેઠળ એમપેન્લ્ડ હોસ્પિટલની ગેરરીતિ કોઇપણ ભોંગે સાંખી નહીં લઇને ખોટું કરતા લોકોને રોકવા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે – આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

12
0

(જી.એન.એસ) તા.૨૩

ગાંધીનગર,

*ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024ની જોગવાઇ હેઠળ પૂર્વનિર્ધારિત સારવારમાં દર્દી અને સગાને પુરતી સમજણ આપતી વખતે video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક(વીડિયો કન્સેન્ટ) ફરજીયાત લેવાની રહેશે*દર્દીને ડિસ્ચાર્જ કરીત વખતે  ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇજેશન દરમ્યાન કરવામાં આવેલ લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે*રાજ્યની તમામ હોસ્પિટલોએ  Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશેયોજના અંતર્ગત થતા છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલાયદી ટીમનું ગઠન કરવામાં આવ્યુંજે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જીલ્લામાં એમપેન્લ્ડ હોસ્પિટલની મુલાકાત લઇ સારવાર સંબધિત પુરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઇ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મુકશે *રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત તા.૪/૧૨/૨૦૨૪ સુધી કુલ ૭૨,૭૯,૭૯૭ ક્લેઇમ માટે રૂ.૧૫,૫૬૨.૧૧ કરોડની ચૂકવણી કરાઇઆરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમપેન્લ્ડ હોસ્પિટલ માટે નવીન SOP જાહેર કરતા જણાવ્યું હતુ કે, ત્રણ મુખ્ય સર્જરી પ્રોસિઝર માટેની નવીન માર્ગદર્શિકા ઉપરાંત યોજના હેઠળ અન્ય માર્ગદર્શિકા પણ બનાવવામાં આવી છે. જેમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-2024ની જોગવાઇ અનુસાર પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. * જેમાં 1.     એન્જીઓગ્રાફી2.    એન્જીઓપ્લાસ્ટી 3.     કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી4.   એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી)5. તમામ “Ectomy”અંતર્ગત સર્જરી(શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી)6.   ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેસન /ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી 7. સ્પાઇનલ સર્જરી/બ્રેઈન સર્જરી/કેન્સર સર્જરી  જેવી સર્જરીઓ માટે વીડિયો કન્સેન્ટ(સંમતિ) આપવી ફરજિયાર રહેશે. *વધુમાં દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર  ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇજેશન દરમ્યાન કરવામાં આવેલ લેબોરેટ્રી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે.ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ  Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે* પ્રધાનમંત્રી જન આરોગ્ય – મા યોજના હેઠળ ગેરરીતિ પકડવા માટે રાજ્ય સરકારનું સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ(SAFU) કાર્યરત છે.રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને વધુ સુદ્વ્રઢ બનાવવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલો દ્વ્રારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જીલ્લામાં એમપેન્લ્ડ હોસ્પિટલની મુલાકાત લઇ સારવાર સંબધિત પુરતી ચકાસણી કરશે અને લાભાર્થી ની કોઇ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મુકશે. CDHO/MOH દ્વ્રારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે.થર્ડપાર્ટી ઓડિટના ભાગ રૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વ્રારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવશે. જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે બે થી ત્રણ ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે. વીમા કપની દ્વ્રારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવેલ છે.  હોસ્પિટલ દ્વ્રારા સારવારના પેકેજીસનો સંભવિત દુરઉપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રીગર જનરેટ કરવા વિનંતી કરવામાં આવેલ છે.કેન્દ્ર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી ભવિષ્યમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ની ગુણવત્તા સભર શ્રેષ્ઠ  સારવાર લાભાર્થીને મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. રાજ્યમાં PMJAY-MA યોજના અંતર્ગત તા.૪/૧૨/૨૦૨૪ સુધી કુલ ૭૨,૭૯,૭૯૭ દાવાઓ માટે રૂ.૧૫૫૬૨.૧૧ કરોડ ની ચૂકવણી કરવામાં આવેલ છે.રાજ્યમાં  તા.11-7-2023  થી તા.10-7-2024 સુધીમાં PMJAY-મા યોજના અંતર્ગત કુલ આવેલ પ્રિ-ઓથ અથવા ક્લેઇમમાંથી 24,701 એટલે કે રૂ. 41.18 કરોડના ક્લેઇમ રીજેક્ટ અને 1,16,266 કેસ એટલે કે રૂ. 121 કરોડની રકમના કેસ ડીડેક્ટ(ઓછી) કરવામાં આવી છે.અત્રે મહત્વની બાબત એ પણ છે કે, PMJAY-મા યોજના હેઠળ દાખલ થતાં દર્દીઓને ૧૦૪ હેલ્પલાઇન દ્વારા કોલ કરીને સારવાર સંદર્ભે તેમના પ્રતિભાવ , ફિડબેક લેવામાં આવે છે.નવેમ્બર -૨૦૨૩ થી નવેમ્બર -૨૦૨૪ દરમિયાન કુલ ૪,૯૬,૧૮૪ દર્દીઓને ૧૦૪ તરફથી કોલ કરાયા. જેમાંથી ૯૯% લોકોના પ્રતિભાવ સકારાત્મક અને સારા રહ્યા. ફક્ત ૦.૩%  દર્દીઓ એટલે કે ૧૪૮૮ દર્દીઓના ખરાબ પ્રતિભાવ અને ૦.૬% જેટલા એટલે કે ૨૮૯૭ દર્દીઓના મોડરેટ એટલે કે ઠિક પ્રતિભાવ રહ્યાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field