રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૧૨.૨૦૨૦ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૬૨૬૩.૧૭ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૬૫૭૩.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૬૪૦૨.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૨.૭૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૩.૨૯ પોઈન્ટના ઉછાળા સાથે ૪૬૬૬૬.૪૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૩૫૮૪.૯૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૩૬૫૨.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૩૬૧૯.૮૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨.૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૧૧.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૩૬૯૬.૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….
આગામી દિવસોમાં મજબૂત વૈશ્વિક સંકેતો અને અમેરિકામાં કોવિડ-19 સંબંધિત રાહત પેકેજની જાહેરાતે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં આજે ફૂલ ગુલાબી તેજી જોવા મળી હતી. કોરોના વાઈરસના વિશ્વમાં સતત સંક્રમણની સાથે યુ.કે. સહિતના દેશોમાં કડક લોકડાઉનની પરિસ્થિતિ સર્જાતા અને આ વાઈરસ નવા સ્વરૂપે યુ.કે.માં આવ્યાના અહેવાલોએ વિશ્વની ચિંતા વધી રહી છે પરંતુ વૈશ્વિક કક્ષાએ સકારાત્મક કારણ તરીકે દરેક દેશોની સરકાર દ્વારા વેક્સિનેશન પ્રોગ્રામને વેગ આપવામાં આવી રહ્યો છે HDFC લિમિટેડ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ટાઈટન કંપની, લાર્સન, ONGC, ડીવીસ લેબ અને એશિયન પેઈન્ટ્સ સહિત શેરોમાં ફંડોએ મોટી તેજી તરફી પોઝોશન કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
ભારતીય શેરબજારમાં સોમવારે ધમાકેદાર લિસ્ટેડ – બર્ગર કિંગ ઈન્ડિયા લિમિટેડના શેરોમાં ગઇકાલની ૨૦%ની ઉપલી સર્કિટ બાદ આજે ફરી વધુ ૨૦%ની ઉપલી સર્કિટ નોંધાવી બીએસઈ પર શેર રૂ.૩૩.૨૦ વધીને રૂ.૧૯૯.૨૫ પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ તેજી તરફી માહોલમાં રોકાણકારોને IPO ની તેજી પણ નફાલક્ષી થયેલી હોઈ ચોતરફી લેવાલી તેમજ IPOભરાઈ રહ્યા છે.બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર સેક્ટરલ ઈન્ડાયસીસમાં રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેલિકોમ, મેટલ, સીડીજીએસ, કેપિટલ ગુડ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, ટેક અને આઇટી શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસમાં પણ લેવાલી જોવા મળી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૬૫ અને વધનારની સંખ્યા ૧૮૫૯ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૬૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય સર્વાધિક રોકાણ… વર્ષ ૨૦૦૨માં એફપીઆઈ દ્વારા સાર્વત્રિક તેજીના માહોલમાં સર્વાધિક રોકાણનો વિક્રમ હતો જે હાલની બજારની તેજીએ ફરીથી તોડી નાખ્યો છે.ચાલુ વર્ષ ૨૦૨૦ના કેલેન્ડર વર્ષમાં એફપીઆઈએ ભારતીય શેરબજારમાં વર્ષ ૨૦૦૨ પછી સૌથી વધારે ઐતિહાસિક રોકાણ અંદાજીત રૂ.૧.૪ લાખ કરોડનું રોકાણ કર્યું છે અને ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૨૦માં કરાયેલું આ રોકાણ છેલ્લા ૧૮ વર્ષનું સૌથી ઉંચું રોકાણ છે.આ ઉપરાંત એફપીઆઈએ ભારતમાં તેમની એન્ટ્રી બાદ અત્યાર સુધી પાંચ વખત એક વર્ષમાં રૂ.૧ લાખ કરોડથી વધુ રોકાણ કર્યું છે. તબક્કાવાર જોઈએ તો વર્ષ ૨૦૧૯માં રૂ.૧.૦૧ લાખ કરોડ, વર્ષ ૨૦૧૩માં રૂ. ૧.૧૩ લાખ કરોડ, વર્ષ ૨૦૧૨માં રૂ. ૧.૨૮ લાખ કરોડ અને ૨૦૧૦માં ૧.૩૩ લાખ કરોડનો સમાવેશ થાય છે. જો કે કોરોના મહામારીની પ્રતિકૂળતાના કારણે એફપીઆઈ દ્વારા વર્ષના મધ્યભાગ વેળા ડેટ અથવા તો બોન્ડ માર્કેટમાંથી મોટાપાયે ભંડોળ પાછુ ખેંચ્યું હતું.
બજારની ભાવિ દિશા…. આગામી સમયે તેજી તરફી ટ્રેડરો સાવચેતીનું વલણ અપનાવી રહ્યા છે બજારની આ તેજી વાસ્તવિક નથી એમ માનનારો વર્ગ હાલમાં થોભો અને રાહ જુઓની નીતિમાં અટવાઈ રહ્યો છે અને બજાર દરેક પ્રત્યાઘાતી ઘટાડે નવી લીક્વિડીતી ના સહારે ઐતીહાસિક સપાટીઓ નોંધાવી રહ્યો છે.મિત્રો, દેશની આર્થિક પ્રવૃતીઓમાં ઓક્ટોબર મહિનામાંથી V શેપ રિકવરી શરૂ થઇ ગઇ હતી આર્થિક પ્રવૃતીઓ ઝડપથી આગળ વધી રહી છે જેના કારણે અર્થતંત્રમાં તેજ રિકવરીનાં સંકેતો મળી રહ્યા છે. રિકવરીને સૌથી વધુ કૃષિ અને ત્યારબાદ બાંધકામ અને ઉત્પાદન સેક્ટરનો સૌથી વઘુ સપોર્ટ મળી રહ્યો છે. તો બીજી તરફ, આત્મનિર્ભર ભારત મિશન હેઠળ આપવામાં આવેલા રાહત પેકેજથી અર્થવ્યવસ્થા રિકવરીનાં માર્ગ પર આવી ગયું છે. ફેક્ટરી ઉત્પાદન અને કોર સેક્ટર ગ્રોથ બંને પ્રિ-કોવિડ લેવલ પર પહોંચી ગયા છે તેનાથી આકડા અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલયનાં મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્સન ઇન્ડેક્સ (IIP) ઓક્ટોબર મહિનામાં ૩.૬% પોઝિટિવ રહ્યો, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તે ૬.૬% નીચે આવી ગયો હતો, તેમાં મેન્યુફેક્ચરિંગ અને વીજ ઉત્પાદન સેક્ટરે સારૂ પ્રદર્શન કર્યું છે. નોંધપાત્ર વાત એ છે કે કોરોના સંકટને લીધે પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશના અર્થતંત્રમાં ૨૩.૯% નો ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, બીજા ક્વાર્ટરમાં તે સુધર્યો હતો અને માત્ર ૭.૫% નો ઘટાડો નોંધાયો હતો. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય મોરચે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરના આજરોજ ૧૭,ડિસેમ્બરના જાહેર થનારા નિર્ણય અને બેંક ઓફ જાપાનની ૧૮, ડિસેમ્બર ૨૦૨૦ના વ્યાજ દર માટે મળનારી મીટિંગ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રી ભાવ પર પણ નજર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.