Home ગુજરાત હાલીસા ગામે પીવાના પાણીની સમસ્યા નિવારવા પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યના હસ્તે બોરકુવાનું ખાતમુહૂર્ત...

હાલીસા ગામે પીવાના પાણીની સમસ્યા નિવારવા પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યના હસ્તે બોરકુવાનું ખાતમુહૂર્ત કરાયું

216
0

(જી.એન.એસ.)હાલીસા,તા.૧૭
પાણીની સમસ્યાઓ સંપૂર્ણપણે ખતમ કરવા તંત્ર પૂરતા પ્રયત્નો કરી રહ્યું છે. આજે દહેગામ તાલુકાના હાલીસા ગામે સાકરફળી વાસ ખાતે દહેગામ તાલુકા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડના હસ્તે પીવાના પાણી માટે ના બોરકુવા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી લોકોની માંગ ન સંતોષાતા પૂર્વ ધારાસભ્યએ આ બોર કૂવા ને મંજૂરી અપાવી લોક માંગણી સંતોષી હતી. આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, હાલીસા ગામના સરપંચ ભરતભાઇ દેસાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ રૂપસિંગ, પૂર્વ જિલ્લા ડેલિકેટ પીટી ઠાકોર તથા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં માસ્ક સામાજિક અંતર તથા કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યુ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરોયલ ક્ષત્રિય ઠાકોર સેનાનું માણસા મામલતદારે કોરોના વોરિયર્સ તરીકે સન્માન કર્યું
Next articleઇમાનદારીઃ જનતા ગરાજના સભ્યએ બજારમાંથી મળેલ રૂ.૬૮,૦૦૦ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું