Home ગુજરાત રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાનું માણસા મામલતદારે કોરોના વોરિયર્સ તરીકે સન્માન કર્યું

રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાનું માણસા મામલતદારે કોરોના વોરિયર્સ તરીકે સન્માન કર્યું

543
0

(જી.એન.એસ.)માણસા,તા.૧૬
૧૫મી ઓગસ્ટના રોજ માણસા મામલતદારે રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાનું કોરોના વોરિયર્સ તરીકે સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમણે રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાને કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપ્યું હતું અને માણસા તાલુકા રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાએ કોરોનાના કહેર દરમ્યાન પોતાની અને પોતાના પરિવારની પરવા કર્યા વગર લોકડાઉન દરમ્યાન તેમણે લોક ઉપયોગી સેવાકાર્યો કર્યા હતા. ત્યારે ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે માણસા મામલતદાર દ્વારા રોયલ ક્ષત્રિય ઠાકોર સેનાને કોરોના વોરિયર્સનું સન્માનપત્ર આપી તેમને સન્માનિત કર્યા હતા. રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરવામાં આવેલા સેવાકીય કાર્યોના માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, સેવાનુરાગી દિનેશભાઇ વ્યાસે પણ વખાણ્યા હતા. આ પ્રસંગે માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, દિનેશભાઇ વ્યાસ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાણસામાં તાલુકા કક્ષાના ૭૧મા વન મહોત્સવની ઊજવણી કરાઇ
Next articleહાલીસા ગામે પીવાના પાણીની સમસ્યા નિવારવા પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યના હસ્તે બોરકુવાનું ખાતમુહૂર્ત કરાયું