Home ગુજરાત ઇમાનદારીઃ જનતા ગરાજના સભ્યએ બજારમાંથી મળેલ રૂ.૬૮,૦૦૦ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત...

ઇમાનદારીઃ જનતા ગરાજના સભ્યએ બજારમાંથી મળેલ રૂ.૬૮,૦૦૦ ભરેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

295
0

(જી.એન.એસ.)માણસા, તા.૧૭
આજ રોજ માણસા શહેરમાં એક ઉત્તમ ઇમાનદારીનું ઉદાહરણ જોવા મળ્યું. માણસા શહેરમાં લોકોની અવર-જવર વચ્ચે આજ રોજ માણસા જનતા ગરાજના સભ્યને અજાણ્યા વ્યક્તિનું રૂપિયા ૬૮૦૦૦ ભરેલું પાકીટ બજાર વચ્ચેથી મળ્યું હતું. આ પાકીટ જનતા ગરાજના સભ્ય લતીફભાઇને મળ્યું હતું. તેમણે પોતાની ઇમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ આજે પૂરુ પાડ્યું હતું. રૂપિયા ૬૮૦૦૦ ભરેલું પાકીટ જે વ્યક્તિનું ખોવાયું હતું તે વ્યક્તિને તેમણે શોધી કાઢી પરત આપ્યું હતું. ત્યારે તે વ્યક્તિ પણ ભાવુક થયો હતો અને કહ્યું હતું કે આવા કળિયુગમાં પણ માનવતા અને ઇમાનદારી જીવિત છે. ત્યારે વાત જાહેર થતાં લોકોએ જનતા ગરાજના સભ્ય એવા લતીફભાઇને સૌ કોઇએ તેમની ઇમાનદારીને બિરદાવી હતી અને ધન્યવાદ આપ્યા હતા. ત્યારે જનતા ગરાજના આગેવાન પરેશભાઇ વ્યાસે જણાવ્યું હતું કે લતીફભાઇએ એક ઉત્તમ કામ કરી અમારી સંસ્થાનું ગર્વ વધાર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જનતા ગરાજ એક એવી સંસ્થા છે જે લોકોને પડતી મુશ્કેલીઓ અને લોકોના સેવાકીય કાર્યો કરતી સંસ્થા છે. જનતા ગરાજ સંસ્થા ૨૪ કલાક લોકોના કાર્યો માટે તત્પર હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જનતા ગરાજ સંસ્થા બનાવવાનો વિચાર સાઉથની એક ફિલ પરથી આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહાલીસા ગામે પીવાના પાણીની સમસ્યા નિવારવા પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યના હસ્તે બોરકુવાનું ખાતમુહૂર્ત કરાયું
Next articleમાણસા ફાયર ટીમે વરસાદમાં ફસાયેલા 100થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડયા