Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર ફૂડ સેફટી વિભાગ દ્વારા શંકાસ્પદ ૮૪૨ કિ.ગ્રા ઘી અને ૮૯૮ કિ.ગ્રા...

ગાંધીનગર ફૂડ સેફટી વિભાગ દ્વારા શંકાસ્પદ ૮૪૨ કિ.ગ્રા ઘી અને ૮૯૮ કિ.ગ્રા મીઠો માવો મળી કુલ અંદાજિત કિંમત રૂપિયા ૭,૫૦,૫૮૦ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો

25
0

દિવાળીના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડીયું ઉજવવામાં આવ્યું

ગાંધીનગર,

(જી.એન.એસ)તા.૨૫

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલની આગેવાની માં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબંધ છે. આગામી દિવાળીના તહેવારોમાં જાહેર જનતાને શુદ્ધ અને સલામત ખાદ્ય ચીજ મળી રહે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે ફૂડ સેફટી પખવાડીયું ઉજવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર જિલ્લા દ્વારા ફૂડ સેફટી પખવાડિયામાં કેટલીક વિશેષ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.  ફૂડ સેફ્ટી પખવાડિયાની ઉજવણી અન્વયે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર કચેરી દ્વારા આગામી દિવાળી તહેવારોમાં વહેંચાતી તમામ ખાદ્ય ચીજો આવરી લેતા  એન્ફોસ્મેન્ટ નમુનાઓ જેવા કે માવો, મીઠો માવો, ઘી, તેલ સ્પાયસીસ, બરફી, મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રુટ, દૂધ અને દૂધની બનાવટો ના કુલ ૧૭૨ જેટલા નમુનાઓ લઈ ગુજરાત રાજ્યની ફૂડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ પખવાડિયામાં જનજાગૃતિ લાવવા માટે કચેરી દ્વારા મીઠાઈ -ફરસાણના વેપારી તથા ખાદ્ય ચીજના ઉત્પાદન સાથે સંકળાયેલા વેપારીઓ સાથે ફૂડ સેફટી અંગે સંવાદ યોજવામાં આવ્યો હતો. જે અન્વયે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ શિડ્યુલ-૪ અન્વયની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન અર્થે સમજૂતી આપી તેમજ સદર ધારા હેઠળ લાઇસન્સ રજીસ્ટ્રેશન અર્થે માહિતી આપવામાં આવી હતી.આ પખવાડિયામાં કચેરી દ્વારા લાયસન્સ રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવેલ જેમાં સ્થળ પરજ કુલ ૨૫ જેટલા રજીસ્ટ્રેશન ફૂડ બિઝનેસ ઓપરેટરને પણ આપવામાં આવ્યા હતા. ઉપરાંત પખવાડિયાની ઉજવણી અંતર્ગત કચેરીના ફૂડ સેફ્ટી ઓન વ્હીલ તથા ફૂડ સેફટી ઓફિસર દ્વારા કાયદાની જનજાગૃતિ અર્થે જિલ્લાની શાળાઓ તેમજ કોલેજો ખાતે ફૂડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને ફૂડ સેફટ ના વિડીયો, લીફલેટ, પેમ્પ્લે, ટેસ્ટિંગ મશીનરી, પ્રાથમિક ફૂડ ચકાસણીના ડેમોસ્ટ્રેશન સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ફૂડ સેફ્ટી ઓન વિલ્સ દ્વારા સમગ્ર જિલ્લાના વિવિધ સ્થળો પર ખાદ્ય ચીજો જેવી કે તળવામાં આવતા તેલ, મીઠું, મીઠાઈ ,પરખની વરખ, દૂધ, સ્પાઈસીસની આકસ્મિક પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. જે અન્વયે કુલ ૨૮૦ જેટલા નમુનાઓની ચકાસણી કરવામાં આવી હતી, તેમજ ફૂડ બિઝનેસ ઓપરેટ અને ફૂડ હાઈજીન અને ફૂડ સેફ્ટી અંગે અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.  ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શંકાસ્પદ ૮૪૨ કિ.ગ્રા ઘી અને ૮૯૮ કિ.ગ્રા મીઠો માવો મળી કુલ અંદાજિત કિંમત રૂપિયા ૭,૫૦,૫૮૦ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપોરબંદરમાં આવેલા પુરવઠા તંત્રે ભોદ ગામમાં 700 કિલો અનાજનો જથ્થો સીઝ કર્યો
Next articleદાહોદમાં એક ગાડીનાં ટાયર ફાટતા ગાડી પલટીને નાળામાં પલટી જતાં પરિવારના પાંચ જણાની મોત