Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સક્રિય થયેલ ભૂસ્તર કચેરીની...

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સક્રિય થયેલ ભૂસ્તર કચેરીની ટીમોના કારણે ભૂમાફિયાઓ અને ખનીજ ચોરી કરતાં ઇસમોમાં ફફડાટ

24
0

(જી.એન.એસ)તા.૨૧

ગાંધીનગર,

ખાસ ડ્રાઈવ યોજી બે દિવસમાં ૦૯ ઓવરલોડ વાડા તથા ૦૫ રોયલ્ટી પાસ વગરના ખનીજ ચોરી કરતા કુલ ૧૪ ડમ્પર જપ્ત કરાયા ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં ખનીજ ચોરીને અટકાવવા માટે જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર કચેરી દ્વારા ટીમો સક્રિય કરવામાં આવી છે. ખનીજ ચોરી કરતાં ઇસમો પર ભૂસ્તરની ટીમ બાજ નજર રાખી રહી છે. જે અંતર્ગત તા. ૧૮ ઓકટોબર તથા તા. ૧૯ ઓક્ટોબરે રાત્રીના ૧૨ વાગ્યાથી સવારે ૦૬ વાગ્યા સુધી ભુસ્તરની ટીમ દ્વારા  વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરી આ ખાસ ડ્રાઈવ દરમિયાન બિનઅધિકૃત ખનિજ વહન કરતા ૧૪ ડમ્પરો પકડી પાડ્યા છે. ગાંધીનગર જિલ્લામાં કલેકટર શ્રી મેહુલ દવેએ ખનીજ ચોરી કરતાં ઇસમો સામે લાલ આંખ કરી છે. પર્યાવરણને ખનીજ ચોરી કરીને નુકશાન કરતાં અને રોયલ્ટી ચોરીને અટકાવવા માટે જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર કચેરી, ગાંધીનગરના અધિકારી શ્રી પ્રણવ સિંહ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા થોડાક સમયથી આ ટીમોની બાજ નઝરના કારણે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ખનીજ ચોરી કરતાં અનેક વાહનો એકબાદ એક ચેકિંગ દરમ્યાન આ ટીમો દ્વારા પકડી પાડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ગાંધીનગર ભૂસ્તરની ટીમ દ્વારા   ગાંધીનગર સેક્ટર-30 સર્કલ પાસેથી બ્લેકટ્રેપ માટે કુલ ૧૧ ડમ્પર સીઝ કરવામાં આવ્યા છે.જે  પૈકી ડમ્પર નં- GJ-27-TD4940,  GJ-18- BT-8679,  GJ-31-T-0566,  GJ-31-T-0699, GJ-31-T-5522, GJ-31-T-3080,  JH-02-BQ-2338,  GJ-31-T-3387  તથા  GJ-02-ZZ-5956ને    ઓવરલોડ માટે  અને અ‍ન્ય ૨ ડમ્પર DD-02-E9292, DD-02-9393  રોયલ્ટી પાસ વગરના જણાત સીઝ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત જમિયતપુરા ખાતેથી સાદીરેતી ખનિજ રોયલ્ટી પાસ વગર ચોરી કરતા ૧ ડમ્પર નં- NL-07-AA-4263 તથા સાદીમાટી ખનીજ ચોરી અને ઓવરલોડ કરી જતા એક ડમ્પર નં- GJ-18-TA-7071 ને પેથાપુર-મહુડી રોડ પરથી પકડી પાડવામાં આવ્યું છે,જ્યારે બ્લેકટ્રેપ ખનિજના ઓવરલોડ માટે ડમ્પર નં- GJ-03-BZ-4247ને ઘ-૫ થી ઘ-૬ રોડ પરથી પકડી જપ્ત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરની ભૂસ્તર કચેરીની ટીમ દ્વારા જપ્ત કરેલા વાહનોના માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ નિયમો- ૨૦૧૭ હેઠળ દંકીય કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠા જિલ્લાના થરાદ- લુણાલ ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ યોજાયો
Next articleગુજરાત રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ